Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

છબડામાં બે યુવકોની હત્યા બાદ હિંસામાં ભારે તોડફોડ

રાજસ્થાનના બારામાં સાંપ્રદાયિક હિંસા

નવી દિલ્હી, તા. ૧૨ : રાજસ્થાનના બારાં જિલ્લામાં રવિવારે સાંપ્રદાયિક હિંસા ભડકી ઉઠી હતી. છબડા ખાતે બે યુવાનોની છરાના ઘા મારીને થયેલી હત્યા બાદ ભડકેલી સાંપ્રદાયિક હિંસામાં અનેક ડઝન વાહનો અને દુકાનમાં તોડફોડ બાદ આગચંપી કરવામાં આવી હતી. સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે ઈન્ટરનેટ સેવા બંધ કરી દીધી હતી અને કર્ફ્યુ લાગુ કરી દીધો હતો સાથે પોલીસે હિંસક ભીડને વિખેરવા માટે ટીઅર ગેસનો સહારો લીધો હતો. લાકડીઓ અને લોખંડની પાઈપ, હથિયારોથી સજ્જ બે સમુદાયના યુવાનોએ રવિવારે મોડી સાંજ સુધી ઉગ્ર પ્રદર્શન ચાલુ રાખ્યુ હતું. તેમણે પોલીસ અને સરકારી વાહનો ઉપરાંત સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડવા તેને આગને હવાલે કરી દીધા હતા. સ્થિતિને કાબૂમાં લેવા અતિરિક્ત દળની મદદ લેવામાં આવી હતી. બંને પક્ષ વચ્ચે શનિવારે ચાકૂબાજીની ઘટનાને લઈ વિવાદ થયો હતો. ત્યાર બાદ અલીગંજ અને અજાજ નગરમાં દુકાનો બંધ કરવા કહેવામાં આવ્યું એટલે હિંસા ભડકી ઉઠી હતી. અધિકારીઓએ ૧૩ એપ્રિલ સાંજે ૪:૦૦ વાગ્યા સુધી જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ કરાવી દીધી હતી.

(7:53 pm IST)