Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

ભોપાલમાં સાત દિવસનો નાઈટ કર્ફ્યુ લાગુ : કર્ફ્યુ ભંગ કરનારની સામે કલમ 144 હેઠળ કાર્યવાહી

ઈન્દોર, ઉજ્જેન, છીંદવાડામાં પહેલેથી નાઈટ કર્ફ્યુ અમલી

ભોપાલ : મધ્યપ્રદેશના મેડિકલ એજ્યુકેશન મિનિસ્ટર વિશ્વાસ સારંગે જણાવ્યું કે અમે તેને કોરોના કર્ફ્યુ કહી રહ્યાં છે.ભોપાલમાં આ કોરોના કર્ફ્યુ 12 એપ્રિલના રાતના 9થી શરુ થઈને 19 એપ્રિલના સવારના 6 સુધી લાગુ રહેશે. તેમણે કહ્યું કે ઈન્દોર, ઉજ્જેન, છીંદવાડા સહિતા બીજા કેટલાક શહેરોમાં તો પહેલેથી નાઈટ કર્ફ્યુ ચાલુ છે હવે તેમાં વધુ એકનો ઉમેરો થયો છે. મંત્રીએ જણાવ્યું કે જે કોઈ પણ કોરોના કર્ફ્યુનો ભંગ કરશે તેમન સામે સીઆરપીસીની કલમ 144 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
 

(12:01 am IST)