Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

કોરોનાની સાથે હવે એક નવા વાયરસની એન્ટ્રી

ઓ બાપ રે! નવો ખતરોઃ બ્રિટનમાં બે લોકોમાં દેખાયો મંકીયોકસઃ નિષ્ણાતોના મતે દુર્લભ ઘટના

૨ મામલા બ્રિટનના વેલ્સમાં મળ્યાઃ આ વાયરસ વધારે આફ્રિકામાં જોવા મળે છે

લંડન, તા.૧૨: દુનિયાભરમાં કોરોનાનો કહેર જારી છે. પરંતુ વૈજ્ઞાનિકો અને વિશેષજ્ઞો સહિત નાગરિકોની સમસ્યા ઓછી થવાનું નામ નથી લઈ રહી. કોરોનાની સાથે હવે એક નવા વાયરસની એન્ટ્રી થઈ ગઈ છે. આનુ નામ મંકીપોકસ છે. આ બાદ ૨ મામલા બ્રિટનના વેલ્સમાં મળ્યા છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે આ વાયરસ વધારે આફ્રિકામાં જોવા મળે છે.

ખાસ વાત એ છે કે જે લોકોમાં આ નવા વાયરસની ઓળખ થઈ છે તે બન્ને ઘર પર જ રહેતા હતા. આ કારણે લોકોમાં ડર ફેલાયેલો છે. ત્યારે વિશેષજ્ઞોના જણાવ્યાનુંસાર આ ઘણો જૂનો વાયરસ છે. મનાઈ રહ્યું છે કે બન્ને સંક્રમિત લોકોને ઈંગ્લેન્ડની એક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. જેમાંથી એકને રજા અપાઈ છે અને એક હજું પણ હોસ્પિટલમાં દાખલ છે.

પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ પણ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. સ્વાસ્થ્ય સુરક્ષામાં પબ્લિક વેલ્સના સલાહકાર રિચર્ડ ફર્થે કહ્યુ કે બ્રિટનમાં મંકીપોકસના પુષ્ટ મામલાની એક દુર્લભ  દ્યટના છે અને આ વાયરસથી સામાન્ય જનતા માટે જોખમો બહું ઓછા છે. સંક્રમણની શું સંભાવના રહેશે તેના પર હાલ નજર રહેશે.

આ વાયરસની ૨ પ્રજાતિઓ હોય છે. પશ્ચિમ આફ્રીકન અને મઘ્ય આફ્રીકન. આ વાયરસ મોટા ભાગે ઉષ્ણકટિબંધીય વર્ષાવનોની પાસે મધ્ય અને પશ્ચિમ આફ્રીકી દેશોમાં દૂરના વિસ્તારોમાં જ ફેલાય છે. મંકીપોકસ વાયરસ ઘણી હદ સુધી સ્મોલપોકસ વાયરસની જેમ જ હોય છે. આ બિમારી ઘાતક નથી હોતી અને વિશેષજ્ઞોનું કહેવું છે કે સંક્રમણની શકયતા ઓછી છે.

આના લક્ષણોની વાત કરવામાં આવે તો મંકીપોકસ વાયરસના મામલની શરુઆત તાવ, માથાનો દુકાવો, કમરનો દુખાવો અને માસપેશીઓમાં ઝકડન અને દુખાવો હોય છે. આમાં ચિકનપોકસની જેમ દાણા હોય છે. તાવની સાથે આખા શરીરની સાથે ચહેરા પર વિકસિત થતા રહેતા હોય છે. મંકીપોકસ વાયરસ ૧૪ થી ૨૧ દિવસ સુધી રહે છે.

(10:07 am IST)