Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

પરિણીત મહિલાએ પ્રેમી સાથે ચાલુ ટ્રેનનાં શૌચાલય સામે કર્યા લગ્ન

નવી દિલ્હી,તા. ૧૨: આજનાં યુગમાં લગ્નને અમુક લોકોએ મઝાક બનાવી દીધો છે. આઝાદીનાં નામે આજનાં યુવાનો લગ્નને રમત સમજી બેઠા હોય તેવુ લાગી રહ્યુ છે. અવાર-નવાર એવા કિસ્સાઓ સામે આવે છે જેમા પતિ કે પત્નીમાંથી કોઇ એક તેના જુના પ્રેમને મેળવવા લગ્ન સંબંધ તોડી નાખે છે. તાજેતરમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.

તમે ઘણા અનોખા લગ્નો વિશે સાંભળ્યું હશે, જોયું અથવા વાંચ્યું હશે. પરંતુ આજે અમે તમને એવા લગ્ન વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે પહેલીવાર બન્યું છે. જી હા, આ લગ્ન ચાલતી ટ્રેનનાં શૌચાલયની સામે થયાં છે. જણાવી દઇએ કે, આ અનોખા લગ્ન બિહારનાં સુલ્તાનગંજમાં થયાં છે. અહીં એક યુવકે ચાલતી ટ્રેનમાં શૌચાલયની સામે પહેલેથી જ પરિણીત મહિલા સાથે લગ્ન કર્યા છે. આ લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. આ કેસ બિહારનાં સુલ્તાનગંજ જિલ્લાનાં ભીરખુર્દનો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભીરખુર્દનાં ઉઘાડીહ ગામનો રહેવાસી આશુ કુમાર ઘણા વર્ષોથી ગામની એક મહિલા અનુકુમારી સાથે પ્રેમ સંબંધ હતો. દરમ્યાન યુવતીનાં પરિવારજનોને પ્રેમ પ્રકરણની જાણ થઈ હતી. જે બાદ તેણે અનુનાં ઘરની બહાર જવાનું બંધ કરી દીધું હતું અને આ વર્ષે એપ્રિલ મહિનામાં તેના કિરણપુર ગામનાં યુવક સાથે બળજબરીથી લગ્ન કરાવ્યા હતાં.

જોકે, યુવતીએ તેને તેનો પતિ તરીકે સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો અને એક દિવસ પછી તેણી સાસરીનું ઘર છોડીને ભાગી ગઈ હતી. અનુનો બોયફ્રેન્ડ આશુ તેની સાથે સુલ્તાનગંજ રેલ્વે સ્ટેશન પર મળ્યો હતો. બંને અહીંથી ટ્રેન પકડી બેંગલુર જવા રવાના થયા હતા. પરિણીત મહિલાનાં પ્રેમી આશુ કુમારે તેની સાથે લગ્ન ચાલતી ટ્રેનનાં ટોયલેટની સામે લગ્ન કરી દીધા હતા અને માંગમાં સિંદૂર પણ ભરી દીધા હતા. કેટલાક લોકોએ આ ઘટનાને તેમના કેમેરામાં કેદ કરી હતી અને ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. ત્યારબાદ આ તસવીરો ઉગ્ર વાયરલ થઈ રહી છે. લોકો આ લગ્ન પર અનેક પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

(10:08 am IST)