Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

ઇન્કમટેકસમાં ટ્રસ્ટની નોંધણી માટે દોઢ લાખનું આંધણ કરવાની નોબત

મોટાભાગના ટ્રસ્ટ પાસે હજુ બંધારણના જ ઠેકાણા નથી

નવી દિલ્હી,તા. ૧૨: ઇન્કમટેકસમાં ટ્રસ્ટોએ આગામી ૩૦ જૂન સુધીમાં નવેસરથી રજિસ્ટ્રેશન સહિતની પ્રક્રિયા પૂર્ણ કરવા માટેની સમયમર્યાદા નક્કી કરી છે. જોકે, મોટા ભાગના ટ્રસ્ટો પાસે હજુ બંધારણનાજ  ઠેકાણ નહીં હોવાની વિગતો જાણવા મળી છે. તેમજ એક ટ્રસ્ટ દ્વારા બંધારણ સહિતની કાર્યવાહી પાર પાડવામાં આવે તો દોઢ લાખ સુધીનો ખર્ચ કરવાની સ્થિતિ ઊભી થઈ છે. તેના કારણે હાલ તો શહેર અને દક્ષિણ ગુજરાતમાં કાર્યરત ટ્રસ્ટના ટ્સ્ટીઓમાં દોડધામ વધી છે.

૧૯૭૦ પહેલા બનાવવામાં આવેલા ટ્રસ્ટ પાસે હજુ પણ બંધારણ નથી. જયારે સુરતમાં હાલ ૬૦ હજારની આસપાસ ટ્રસટ કાર્યરત છે. જોકે તે પૈકી કેટલાય ટ્રસ્ટ હજુ કાગળ ૫ર જ કાર્યરત હોવાની પણ વિગતો જાણવા મળી છે. પરંતુ આ તમામ ટ્રસ્ટોએ ઇન્કમટેકસના નવા નિયમ પ્રમાણે આગામી ૩૦ જૂન પહેલાં ફરજિયાત નોંધણ્રી કરાવી રહેશે.

જો તેમ કરાવવામાં નહીં આવે તો તેઓને મળતા દાન પેટે આપવામાં આવતા સર્ટિફેકેટમાં ઈન્કમટેકસના લાભ મળવાપાત્ર રહેશે નહીં. તેના કારણે ટ્રસ્ટ દ્વારા આઇટીમાં રજિસ્ટ્રેશન કરવાની કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ તેમાં સૌથી પહેલા ટ્રસ્ટનું બંધારણ રજૂ કરવાનું હોય છે. આ માટે ચેરિટી કમિશનરની મંજૂરી લેવાની હોય છે. પરંતુ ચેરિટી કમિશનરના ચોપડા પર બોલતા ટ્રસ્ટ અને તેના ટ્રસ્ટીઓ પૈકી કેટલાય હયાત નથી અથવા તો નવા આવી ગયા છે તો તેઓના નામ બોલતા નથી. જેથી આ તમામ પ્રક્રિયા ઝડપથી કરવી પડે તેવીઁ સ્થિતિ ઊભી થઇ છે. જોકે તે માટે તમામ પ્રક્રિયા પાર પાડવાના કાગળ કરવા વકીલ ફી સહિતનો અંદાજિત દોઢ લાખની આસપાસનો ખર્ચ થાય તેમ છે. પરંતુ તે પ્રક્રિયા પાર પાડતા એકાદ મહિના કરતાં વધુ સમય વીતી જાય તેમ હોવાથી હાલ તો ટ્રસ્ટના સંચાલકોની દોડધામ વધી છે.

(10:09 am IST)