Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

26 જૂને દેશભરના તમામ રાજભવનનો ઘેરાવ કરાશે : સંયુક્ત કિસાન મોરચાનું મોટું એલાન

આ દિવસને “ખેતી બચાવો, લોકશાહી બચાવો દિવસ” તરીકે ઉજવશે : દરેક રાજ્યના રાજ્યપાલ દ્વારા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને એક મેમોરેન્ડમ મોકલશે

નવી દિલ્હી : સંયુક્ત કિસાન મોરચા દેશના કુલ 40 થી વધુ ખેડૂત સંઘનું નેતૃત્વ કરે છે. ત્રણ નવા કેન્દ્રીય કૃષિ કાયદાઓ વિરુદ્ધ તેમના વિરોધના સાત મહિના પૂરા થવા પર 26 મી જૂને શુક્રવારે મોરચાએ દેશભરમાં ‘રાજ ભવન ઘેરાવ’ નું આયોજન કરવાની જાહેરાત કરી હતી.

26 જૂનના વિરોધ પ્રદર્શન દરમિયાન ખેડૂતો સંબંધિત રાજ્યોમાં રાજ્યપાલના સત્તાવાર રહેઠાણોની બહાર કાળા ધ્વજ ફરકાવશે. આ મોરચો દરેક રાજ્યના રાજ્યપાલ દ્વારા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને એક મેમોરેન્ડમ મોકલશે. એસકેએમના ખેડૂત નેતા ઈન્દ્રજીતસિંહે કહ્યું કે આ દિવસને “ખેતી બચાવો, લોકશાહી બચાવો દિવસ” તરીકે ઉજવવામાં આવશે.

સિંહે કહ્યું, અમે રાજ ભવનમાં કાળા ઝંડા બતાવીશું. દરેક રાજ્ય રાજ્યપાલ દ્વારા રાષ્ટ્રપતિને નિવેદન આપીને વિરોધ કરશે. 26 જૂન એ પણ દિવસ છે જ્યારે 1975 માં કટોકટી જાહેર કરવામાં આવી હતી અને અમારા વિરોધના સાત મહિના પણ પૂર્ણ થઈ રહ્યા છે. સરમુખત્યારશાહીના આ વાતાવરણમાં કૃષિની સાથે લોકોના લોકશાહી અધિકાર પર પણ હુમલો કરવામાં આવ્યો છે. આ એક અઘોષિત કટોકટી છે

(10:15 am IST)