Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારાનો સિલસિલો યથાવત :પેટ્રોલ લિટરે 27 પૈસા અને ડીઝલ પ્રતિ લીટર 23 મોંઘુ

જૂનના 12 દિવસમાં પેટ્રોલમાં 1.63 રૂપિયા અને ડીઝલમાં 1.60 રૂપિયાનો વધારો ઝીકી દેવાયો

નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારાનો સિલસિલો યથાવત રહ્યો છે. ત્યારે શનિવારે એકવાર ફરીથી પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો નોંધાયો હતો. આ વધારા બાદ દેશના અનેક શહેરોમાં પેટ્રોલ 105 રૂપિયાની આસપાસ પહોંચી ગયું છે. આજે દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 27 પૈસા પ્રતિ લીટર, બીજી તરફ ડીઝલની કિંમતમાં 23 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે.

  દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. જૂન મહિનાના 12 દિવસમાં જ પેટ્રોલ 1.63 રૂપિયા મોંઘું થયું. બીજી તરફ, ડીઝલમાં 1.60 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે.

(10:35 am IST)