Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

મુંબઇમાં ૨૩ ઇંચ મહિનાનો વરસાદ ૧૧ દિવસમાં

સમગ્ર શહેર પાણી - પાણી : હજુ ભારે વરસાદની આગાહી : શનિ - રવિ માટે હાઇ એલર્ટ : રવિવારે મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ૮ થી ૧૦ ઇંચની સંભાવના : મુંબઇમાં લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા

મુંબઇ તા. ૧૨ : મુંબઈમાં દક્ષિણ પશ્ચિમ મોનસુનની દસ્તક બાદ સતત વરસાદ ચાલુ છે. ભારે વરસાદના કારણે અંધેરી સબવેમાં પાણી ભરાય ગયા છે. કુર્લા, સાંતાક્રુઝ, અંધેરી સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા છે. સ્થાનિક લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. મુંબઈમાં દર વર્ષે વરસાદએવુંમુસીબત બને છે કે કેટલાક કલાકોમાંચમકતું શહેર અસ્ત વ્યસ્ત થઇ જાય છે. મુંબઈમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. સ્થિતિ એ જોવા મળી છે કે વરસાદનો આંકડો ૫૦૫ મીમીનામાસિક પ્રમાણનેપાર કરી ગયો છે.

મુંબઈમાં થોડા વરસાદથી રસ્તા પર પાણી ભરાય જાય છે. અને ઘરોમાં પાણી ઘુસવાલાગ્યા છે. દરેક મોનસુનમાં મુંબઈવાસીઓઆ મુસીબતનો સામનો કરે છે. ઉલ્લેખનીય છે કે મુંબઇમાંદક્ષિણ પશ્યિમ મોનસુનેબુધવારે દસ્તક આપીછે. ત્યાર બાદથી જ વરસાદ થઇ રહ્યો છે. આ બધાની વચ્ચે હવામાન વિભાગે ૧૩-૧૪ જૂને ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

મુંબઈનાઆસપાસના વિસ્તારોમાં હવામાન વિભાગે ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. આઇએમડીએમહારાષ્ટ્રના રત્નાગીરી અને રાયગઢ જીલ્લામાં૧૩ જૂન માટે ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. આઇએમડીએકહ્યું કે મુંબઈ અને થાણેનાકેટલાક સ્થળોએ ભારે વરસાદ પડશે.હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ૨૪ કલાકની અંદર ૨૦૪.૫૫ મિમીથી વધુ વરસાદ વરસાદને ભારે વરસાદ ગણવામાં આવે છે. ભારે વરસાદ વચ્ચે પ્રશાસન એલર્ટ છે. મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદનાકરીને એનડીઆરએફના ૧૫ પક્ષોના વિવિધ ભાગોમાં તૈનાત કરવામાં આવ્યા છે. એનડીઆરએફના મહાનિદેશક એસ એન પ્રધાને ટ્વીટ કરીને કહ્યું કે ૪ દળોને અલગ અલગ જગ્યાએ તૈનાત કરવામાં આવ્યા છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ૧૩-૧૪ જૂને બે દિવસોનાસમયગાળા દરમયાનમુંબઈ શહેર અને ઉપનગરોનાકેટલાક ભાગોમાં ભારે વરસાદની શકયતા છે. એવામાં બીએમસીએ લોકોને દરિયાકિનારાથીદૂર રહેવાની અપીલ કરી છે.

(11:30 am IST)