Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

મંગળ - બુધ સુધી કોસ્ટલ કર્ણાટક, ગોવા, રત્નાગીરી સહિતના વિસ્તારોમાં ૮ થી ૪૦ ઈંચ સુધી અનરાધાર વરસાદ ખાબકશે

મોનસૂન વોરટેકસ રત્નાગીરી, ગોવા અને બેંગ્લોર વચ્ચે કોઈપણ સ્થળે સર્જાશે : વેધર એનાલીસ્ટ કેન્ની જણાવે છે વલસાડ અને દહાણુ વિસ્તારમાં ૮ ઈંચ આસપાસ તો મુંબઈના અમુક વિસ્તારોમાં તો ૧૨ ઈંચ કે તેનાથી વધુ ખાબકશે

નવીદિલ્હીઃ આજે આવતીકાલે શનિવારથી ૧૫-૧૬ જૂન સુધીના  ૪-૫  દિવસ કોસ્ટલ કર્ણાટક, ગોવા, રત્નાગીરી સહિતના વિસ્તારોમાં વર્ષનો સૌથી ભારે સુપર  વરસાદ પડવાની સંભાવના હોવાનું જાણીતા વેધર એનાલિસ્ટ કેન્ની તેમના ટ્વિટર હેન્ડલ પર જણાવે છે. આ દિવસોમાં ભારે પુરની સંભાવના  હોય સલામત રહેવા અને ટ્રાવેલિંગ નહીં કરવા પણ જણાવ્યું છે.

તેમણે લખ્યું છે કે મોન્સૂન વોરટેકસ રત્નાગીરી, ગોવા અને બેંગલોર વચ્ચે કોઇ પણ સ્થળે સર્જાવાની શકયતા છે.

ટ્વિટર હેન્ડલ પર વિશેષમાં કેન્નીએ લખ્યું છે કે ઉડુપી,  ભટકલ, કુંડાપુરા, ભાગમંડલ, કુમટા, કરવાર અને રત્નાગીરી પંથકમાં ૨૮ થી ૪૦ ઇંચ વરસાદની સંભાવના છે.

જયારે મુંબઈ, ગોવા, નવી મુંબઈ, કલ્યાણ, કોચી,  કોઝીખોડે પંથકમાં ૧૬ થી ૨૪ ઇંચ વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા છે.

કેન્ની લખે છે કે ગોરેગામ, પાલઘર, કોલલ્મ, અલપુઝહા પંથકમાં આ સમયગાળા દરમિયાન ૧૨ ઇંચ કે તેથી પણ વધુ અનરાધાર વરસાદની શકયતા છે.

જયારે વલસાડ અને દહાણું વિસ્તારમાં ૮ ઇંચ આસપાસ વરસાદની ધારણા છે.

(11:31 am IST)