Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

અમેરિકામાં વસતા ભારતીયોમાં બીજેપી સહુથી વધુ લોકપ્રિય પાર્ટી : નરેન્દ્ર મોદી અગ્રક્રમે હોવાનો સર્વે : મોટા ભાગના લોકોએ સરકારની નીતિ રીતિઓની ટીકા કરી સાથોસાથ મજબૂત સમર્થન પણ આપ્યું : 32 ટકા ભારતીયોનું બીજેપી ને સમર્થન : 12 ટકા ભારતીયોએ કોંગ્રેસને સમર્થન ઘોષિત કર્યું

વોશિંગટન : અમેરિકામાં  વસતા ભારતીયોનો તાજેતરમાં  સર્વે કરાયો હતો. જેમાં જાણવા મળ્યા મુજબ ભારતના રાજકીય પક્ષોમાં બીજેપી સહુથી વધુ લોકપ્રિય પાર્ટી તરીકે ઉભરી આવી છે. જોકે મોટા ભાગના લોકોએ સરકારની નીતિ રીતિઓની ટીકા કરી હતી ,પરંતુ સાથોસાથ  મજબૂત સમર્થન પણ આપ્યું  હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આ સર્વે મુજબ લોકપ્રિયતામાં અગ્રક્રમે જોવા મળ્યા હતા.

સર્વેમાં જાણવા મળ્યા મુજબ 32 ટકા ભારતીયોએ  બીજેપી ને સમર્થન આપ્યું હતું  જયારે 12 ટકા ભારતીયોએ કોંગ્રેસને સમર્થન ઘોષિત કર્યું હતું.

 જ્હોન્સ હોપકિન્સ યુનિવર્સિટી અને પેન્સિલવેનિયા યુનિવર્સિટીના સહયોગથી એન્ડોમેન્ટ ફોર ઇન્ટરનેશનલ પીસ દ્વારા સર્વે પ્રકાશિત કરવામાં આવ્યો હતો.તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે.

(12:06 pm IST)