Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

અમેરિકન વૈજ્ઞાનિકોએ શોધી કાઢયો નવો ગ્રહ

સૂર્યમંડળની બહાર મળી પૃથ્વી જેવું જ 'ન્યુ અર્થ'

નવીદિલ્હીઃ અમેરિકન વૈજ્ઞાનિકોએ પૃથ્વીથી પ્રકાશ-વર્ષ દૂર સૂર્યમંડળની બહાર તારાની ફરતે નવો ગ્રહ (એકઝોપ્લેનેટ) શોધી કાઢયો છે, આ આશ્ચર્યજનક ગ્રહ છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે પૃથ્વી જેવા પાણીના વાદળો તેના પર મળી શકે છે.  જો આવું થાય, તો તે સદીની સૌથી મોટી શોધ હશે.  એકઝોપ્લેનેટનું નામ TOI-1231 બી રાખવામાં આવ્યું છે.  તે ૨૪ દિવસમાં તેના તારાની આસપાસ એક ભ્રમણકક્ષા પૂર્ણ કરે છે.  નવો એકસ્પ્લેનેટ સ્ટાર એલએનટીટી ૨૪૩૯૯  નામથી ઓળખાઈ છે, તે સૂર્ય કરતા ઘણું નાનો અને ધીમો છે, ન્યૂ મેકિસકો યુનિવર્સિટી કરતાં ભૌતિકશાસ્ત્ર અને ખગોળશાસ્ત્ર વિભાગના સહાયક પ્રોફેસર ડાયના ડ્રેગોમિરનું કહેવું છે કે અને પૃથ્વી વચ્ચેનું અંતર ની સરખામણીએ એકઝોપ્લેનેટ તેના તારાથી આઠ ગણી નજીક છે.

 કદમાં પૃથ્વી કરતા મોટું,

ડાયના ડ્રેગોમિર મુજબ, આપણા પૃથ્વીથી ખુબજ મોટો છે અને નેપ્ચ્યુન થી નાની છે, તેની શોધથી વૈજ્ઞાનિકો  ખૂબ ઉત્સાહી છે. તેમને તેની ત્રિજ્યા અને દ્રવ્યમાનની નીરાધારણ કર્યું, તેનાથી તેની ઘનતાની ગણતરી કરી શકાય અને સંરચનાનો અનુમાન લગાવવામાં મદદ મળે છે, એકઝોપ્લેનેટની ઘનતા ઓછી છે, જે સૂચવે છે કે તે પૃથ્વી ની જેવા ખડક ગ્રહને બદલે વાયુયુકત ગ્રહ છે. આના પર હાઇડ્રોજન અથવા હાઇડ્રોજન-હિલીયમ વાતાવરણ હોય શકે છે,

 ૬૦ જી સે ડીગ્રી સરેરાશ તાપમાન

TOI 1231-બી સુધીનું તાપમાન સરેરાશ તાપમાન ૬૦ ડીગ્રી સેલ્સિયસ માનવામાં આવે છે, જ નાસાની જેનિફર બર્ટના જણાવ્યા અનુસાર અત્યાર સુધી મળેલ મોટાભાગના એકસ્પ્લેનેટની તુલનામાં ઠંડી હશે, તેના વાયુમંડળમાં વાદળ મેળવાની સંભાવના વધી જશે.

(12:48 pm IST)