Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

કોલકતા વૈજ્ઞાનિકે પોકેટ વેન્ટીલેટર બનાવ્યું: વજન માત્ર ૨૫૦ ગ્રામ

ડો. મુખર્જીને ઓકસીજન ૮૮ થતા આ આવિષ્કારનો વિચાર આવેલઃ કોરોના દર્દી માટે ઉપયોગી : ડીવાઇઝને એક વખત ચાર્જ કર્યા બાદ ૮ કલાક ચાલેઃ બટન દબાવતા કામ કરવાનું શરૂ કરેે

કોલકતાઃ બંગાળના વૈજ્ઞાનિક ડો.રામેન્દ્રલાલ મુખર્જીએ ૨૦ દિવસમાં પોકેટ વેન્ટીલેટર તૈયાર કર્યું છે, જે કોરાના કાળમાં મદદગાર સાબીત થઇ શકે છે. ડો.મુખર્જીના પોકેટ વેન્ટીલેટરમાં બે યુનીટ છે, જે માસ્ક સાથે જોડાયેલા છે. બટન દબાવવાથી વેન્ટીલેટર કામ કરવાનું શરૂ કરી દેશે અને ચોખ્ખી હવા દર્દી સુધી પહોંચાડે છે.

ડો. મુખર્જીએ જણાવેલ કે એકવાર તેમનું ઓકસીજન લેવલ ૮૮ સુધી પહોંચી ગયેલ. ત્યારે તેમને આવિષ્કારનો વિચાર આવેલ. વેન્ટીલેટરનું વજન ફકત ૨૫૦ ગ્રામ છે. એકવાર ચાર્જ કરતા તે ૮ કલાક કામ કરે છે.

(12:48 pm IST)