Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

કોંગ્રેસની સરકાર બનશે તો કાશ્મીરમાં આર્ટિકલ 370ને હટાવવાના નિર્ણય ઉપર વિચાર કરશે

ભાજપાએ જાહેર કર્યો કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહના ક્લબ હાઉસ ચેટનો સનસનીખેસ ઓડિયો

નવી દિલ્હીઃ કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહના ક્લબ હાઉસનો સનસનીખેસ ઓડિયો સામે આવ્યો છે. આ ઓડિયો બીજેપીએ રજૂ કર્યો છે. જેમાં દિગ્વિજય સિંહ કશ્મીરમાં આર્ટિકલ 370 લાગુ કરવાની વાત કરે છે. દિગ્વિજયએ કહ્યું કે જો કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવશે તો તેઓ આર્ટિકલ 370ને હટાવવાના નિર્ણય ઉપર વિચાર કરશે.

દિગ્વિજયના ક્લબ હાઉસ ચેટમાં પાકિસ્તાની રિપોર્ટર શાહજેબ પણ હાજર હતા. ઉલ્લેખનીય છેકે દિગ્વિજય સિંહના ક્લબ હાઉસ ઓડિયો 12 મેનો છે. જ્યાં તેમણે પાકિસ્તાની રિપોર્ટ્સની સામે કહ્યું કે કોંગ્રેસ 370 હટાવવાનો નિર્ણય કરવા ઉપર વિચાર કરશે.

ક્લબ હાઉસ ચેટમાં દિગ્વિજય સિંહે કહ્યું કે જ્યારે તેમણે કશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવી તો ત્યાં લોકતંત્ર ન હતું. ત્યાં માણસાઈ પણ ન હતી. કારણ કે તેમણે બધાને જેલમાં બંધ કરી દીધા હતા.

કાશ્મીરીયત ત્યાંના સેક્યુલરિજન્મનો મહત્વનો ભાગ છે કારણ કે મુસ્લીમ બહુમતી રાજ્યનો રાજા હિન્દુ હતો. અને બંને સાથે મળીને કામ કરતા હતા. એટલું જ નહીં કાશ્મીરમાં કશ્મીરી પંડિતોને સરકારી નોકરીમાં આરક્ષણ પણ આપવામાં આવ્યું છે. આવામાં આર્ટિકલ 370 હટાવવાનો નિર્ણય ખૂબ જ દુઃખી હતો. અને કોંગ્રેસ જ્યારે સત્તામાં આવશે તો 370ને હટાવવાના નિર્ણય ઉપર વિચાર કરશે.

(12:51 pm IST)