Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમખાનની આગોતરા જામીન અરજી અલ્હાબાદ હાઇકોર્ટે ફગાવી : ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના શાસન દરમિયાન જળ નિગમમાં 1300 એન્જીનીયર્સ ,ક્લાર્કસ , તથા સ્ટેનોગ્રાફર્સ ની ભરતી કર્યાનો આરોપ

અલ્હાબાદ : સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમખાનની આગોતરા જામીન અરજી અલ્હાબાદ હાઇકોર્ટે ફગાવી દીધી છે. સમાજવાદી પાર્ટીના શાસન દરમિયાન તેઓ કેબિનેટ કેબિનેટ મિનિસ્ટર હતા ત્યારે જળ નિગમમાં 1300 એન્જીનીયર્સ ,ક્લાર્કસ , તથા સ્ટેનોગ્રાફર્સ ની ભરતી કર્યાનો તેમના ઉપર આરોપ છે.

જસ્ટિસ રાજીવ સિંહાની બેંચે તેમની જામીન અરજી નામંજૂર કરતી વખતે કહ્યું હતું કે આઝમ ખાન પહેલાથી અટકાયતમાં છે .નામદાર કોર્ટે જણાવ્યું હતું કે 2018 ની સાલમાં સ્પેશિઅલ ઇન્વેસ્ટિગેશન ટિમ દ્વારા કરાયેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે તેમણે કરેલી ભરતીના પુરાવાઓ નાશ કરવાની કોશિશ થઇ હતી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(1:51 pm IST)