Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

જી-૭ શીખર સંમેલન : જળવાયું પરિવર્તન અને કોરોના જંગ અંગે ચર્ચા

લંડન, તા. ૧ર  :  બ્રીટનના કોર્નવલમાં ગઇકાલથી શરૂ થયેલ જી-૭ શીખરના ૪૭માં સમેલનમાં જળવાયું પરિવર્તન અને કોરોના વાયરસની મહામારી સહિત ઘણા મુદ્દાઓ ઉપર ચર્ચા થશે. ૧૩ જુન સુધી ચાલનાર સંમેલનમાં બ્રીટન, અમેરિકા, કેનેડા, જાપાન, જર્મની, ફ્રાંસ, ઇટાલી તથા યુરોપીય આયોગ અને સંઘના અધ્યક્ષો ભાગ લઇ રહ્યા છે. ભારત-દક્ષીણ કોરીયા, ઓસ્ટ્રેલીયા તથા દક્ષિણ આફ્રિકાને મહેમાન દેશના રૂપે આમંત્રિણ કરાયેલ.

નરેન્દ્રભાઇ પણ વર્ચ્યુઅલી સામેલ થયેલ. લગભગ બે વર્ષમાં આ પહેલું ઓફ લાઇન જી-૭ શીખર સંમેલન હશે. સંમેલનમાં સામેલ દેશ કોરોના રસી સુધી સમાન પહોંચાડી પ્રોત્સાહીત કરવા અને વૈશ્વિક સ્વાસ્થ્ય સુરક્ષાને મજબુત કરવાના રસ્તાઓ ઉપર ચર્ચા થયેલ. સંમેલન પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ જો બીડન અને બ્રીટનના વડાપ્રધાન જોનસનની મુલાકાતમાં નવા એટલાંટીક ચાર્ટર ઉપર હસ્તાક્ષર કરાયેલ.

(2:53 pm IST)