Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

યુપીમાં ટવીટર જંગઃ યોગીના અખીલેશ જેટલા ૧૪.૧ મીલીયન ફોલોઅર થયા

અખીલેશ ૨૦૦૯થી તો યોગી ૨૦૧૫થી સક્રિયઃ પ્રિયંકાના ૩.૭ મીલીયન ફોલોઅર : આવતા વર્ષે યોજાનાર વિધાનસભા ચૂંટણીમાં સોશ્યલ મિડીયાના વ્યાપક ઉપયોગ જોવા મળશે

લખનૌઃ વર્ષ ૨૦૨૨માં યુપીમાં વિધાનસભા ચંુટણી છે. તેવામાં ચૂંટણી પ્રદેશમાં રાજકીય ગરમી વધી ગઇ છે. દરમિયાન સીએમ યોગી તથા પૂર્વ મુખ્યમંત્રી અખીલેશના ટવીટર એકાઉન્ટ ચર્ચાનો વિષય બન્યા છે.

યોગી અને અખીલેશ બંનેના ટવીટર ઉપર ૧૪.૧ મીલીયન ફોલોઅર થઇ ગયા છે. અખીલેશ ૨૦૦૯થી ટવીટર ઉપર છે. જયારે યોગી ૨૦૧૫માં ટવીટરનો ઉપયોગ શરુ કરેલ. જેથી જોવામાં આવે તો યોગી અખિલેશ પછી ૬ વર્ષે ટવીટર ઉપર આવેલ. જેથી અંદાજો લગાવી શકાય કે યોગીએ કાર્યકાળ દરમિયાન કેટલી લોકપ્રિયતા મેળવી છે.

બંને નેતા ટવીટર ઉપર ખાસા સક્રિય રહે છે. પછી તે સરકારના કામની ઉપલબ્ધીઓ હોય કે વિરોધી ઉપર હુમલો કરવાનો હોય. બંને સતત ટવીટ કરતા રહે છે. લોકો વચ્ચે લોકપ્રિય થયેલ યોગીને ઇન્ટરનેટ મીડીયા ઉપર પણ વખાણાય રહયા છે.

અત્યાર સુધી અખીલેશ ટવીટરમાં ફોલોઅર્સની સંખ્યામાં આગળ ચાલી રહયા હતા. પણ ગઇકાલે આવેલ આંકડા મુજબ યોગીએ અખીલેશની બરાબરી કરી લીધી હતી. ઉપરાંત માયાવતીના ૧.૮ મીલીયન ફોલોઅર્સ છે. તો ૨૦૧૯માં ટવીટર ઉપર સક્રિય થયેલ યુપીના કોંગ્રેસ પ્રભારી પ્રિયંકા ગાંધીના ૩.૭ મીલીયન ફોલોઅર્સ છે. સાથે જ નાયબ મુખ્યમંત્રી મૌર્ય ૨.૮ અને ડો. દિનેશ શર્માના ૧.૯ મીલીયન ફોલોઅર્સ સાથે એકટીવ રહે છે.

(2:53 pm IST)