Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

પંજાબના રાજકારણમાં નવા - જુનીના એંધાણ !

પંજાબમાં અકાળી દળ - બસપાએ કર્યું ગઠબંધનનું એલાન

નવી દિલ્હી તા. ૧૨ : ભાજપ સાથે ગઠબંધન તોડી ચૂકેલા શિઅદ અને બહુજન સમાજ પાર્ટીના ગઠબંધન પર ચંદીગઢ પહોંચેલા બસપારાષ્ટ્રીય મહાસચિવ અને રાજસભા સાંસદ સતીશ ચંદ્ર મિશ્રા અંતિમ મોહર લગાવી ચૂકયા છે. શનિવારે શિઅદ મુખ્યાલયમાં આ બાબત કોર કમિટીની બેઠકમાં આયોજિત કરવામાં આવી. જેમાં સતીશ ચંદ્ર મિશ્રા હાજર રહ્યા. એ બાદ અકાળી દળ પ્રધાન સુખબીર બાદલે પ્રેસ કોન્ફરન્સિંગમાં શિઅજબસપાગઠબંધનની જાહેરાત કરી અને આને પંજાબની રાજનીતિમાં એક નવો દિવસ ગણાવ્યો. તેમણે કહ્યુ તે રાજકારણમાં ગઠબંધન મોટો વળાંક સાબિત થશે. ૨૦૨૨ બાદ જેટલી ચૂંટણી થશે તેમાં શિઅદ, બસપાની સાથે લડશે.

બન્ને દળોની વચ્ચે સીટો પર વહેંચણીને લઈને પેચ ફસાયેલો હતો. શિઅદ, બસપાને ૧૧૭માંથી ૧૮ સીટો પર ચૂંટણી લડવાની વાત કરી રહ્યા હતા. જયારેબસપા૩૭થી ૪૦ સીટો પર ચૂટણી લડવાની માંગ કરી રહ્યા હતી. અનેક દોરની બેઠક બાદ બન્ને દળોમાં સીટોને લઈને સહમતિ બની ગઈ છે. ૧૧૭ વિધાનસભા સીટોમાં બસપા ૨૦ સીટો પર ચૂંટણી લડશે. દોઆબાની ૮, માઝીની ૫ અને મલવાની તમામ સીટો બસપાના ખાતામાં આવી છે. હોશિયારપુર, ટાંડા, દસૂહા, ચમકૌર સાહિબ, બસ્સી પઠાના, મહિલકલાં, નવાશહર, લુધિયાના નોર્થ અને સુજાનપુર પણ ભાજપના ખાતામાં આવ્યું છે.

શુક્રવારે શિઅદના નેતાઓ સાથે બેઠક બાદ સતીશ મિશ્રાએ બસપાના રાજય પ્રભારી અને પ્રદેશ અઘ્યક્ષ જસબીર સિંહ ગઢીમાંથી વિધાનસભા ચૂંટણીને લઈને ચર્ચા કરી. કેટલાક મહત્વના પોઈન્ટને લઈને રાજયસભા સાંસદે બન્ને નેતાઓને નિર્દેશ આપ્યા કે તેઓ આના પર કામ કરે અને રાજય ૧૧૭ વિધાનસભા સીટોની સાથે જ દલિત બાહુલ્ય વિસ્તારના સર્વે રિપોર્ટ તૈયાર કરે.

(4:16 pm IST)