Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

સોપોરમાં આતંકી હુમલો : ૪ના મોત

૨ પોલીસકર્મી શહિદ : ત્રાસવાદીઓએ પોલીસ અને સીપીઆરએફની ટીમને બનાવી નીશાન : ૨ નાગરિકોના મોત : સર્ચ ઓપરેશન શરૂ

સોપોર તા. ૧૨ : જમ્મુ-કાશ્મીરના સોપોરમાં ત્રાસવાદી હુમલામાં બે પોલીસ અધિકારીઓ શહીદ થયા છે. જ્યારે બે નાગરિકના મોત થયા છે. સોપોરમાં અરમાપોરોમાની પાસે ત્રાસવાદીઓએ સુરક્ષાદળોની સંયુકત ટીમ પર હુમલો કર્યો છે. જેમાં ૪ લોકોના મોત થયા છે. તેમાં બે સામાન્ય નાગરિક પણ સામેલ છે. જ્યારે બે પોલીસ અધિકારીઓ શહીદ થયા છે અને ૩ને ઇજા પહોંચી છે.

સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ આતંકીઓએ સુરક્ષા દળોની સંયુકત ટીમ પર અચાનક ફાયરીંગ શરૂ કરી દીધું છે. આતંકીઓના હુમલા બાદ સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે.

જમ્મુ-કાશ્મીર પુલવામા જિલ્લાના ત્રાલ બસ સ્ટેન્ડ પર ર જૂન વિવારે સાંજે આતંકવાદીઓએ ગ્રેનેડ હુમલો કર્યો હતો, જેમાં સાત વ્યકિત ઇજાગ્રસ્ત થયા છે. જેમાંથી એક ઇજાગ્રસ્તની હાલત ગંભીર હોવાથી તેમને સ્થાનિક હોસ્પિટલ બાદ શ્રીનગરની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે. હાલ સુરક્ષા દળોએ ઘટનાસ્થળેની આસપાસ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

૬ જૂનના રોજ થયેલ હુમલાની વિગતો પ્રમાણે હુમલાખોરોએ બસ સ્ટેન્ડની સૌથી વધુ ભીડવાળી જગ્યાએ આવી ગ્રેનેડ હુમલો કર્યો હતો. ઘટનાસ્થળેથી ગ્રેનેડ પિન મળી છે, જેથી સાબિત થયું છે કે આ ગ્રેનેડ હુમલો હતો.

(4:17 pm IST)