Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

રાજસ્થાનના મંત્રીની 'વાહિયાત જ્ઞાનની વાત'

વૃદ્ઘો મરી જાય વાંધો નહીં પણ બાળકોને પહેલા મળવી જોઈતી હતી વેકિસન

જયપુર, તા.૧૨: કોરોના વાયરસ મહામારી દરમ્યાન રાજકારણીઓ અને મંત્રીઓ અવારનવાર પોતાની ઓછી બુદ્ઘિનું પ્રદર્શન કરતા રહે છે. કોઈ ગૌમૂત્રથી કોરોના ભગાડવાની વાત કરે છે તો કોઈ બીજા ચિત્રવિચિત્ર ટોટકા ગણાવે છે. કોરોનાને લઈને વાહિયાત નિવેદનો કરવાના લિસ્ટમાં હવે રાજસ્થાનના એક મંત્રીનું નામ પણ સામેલ થઇ ગયું છે. રાજસ્થાન સરકારના ઉર્જા અને જળ મંત્રી બીડી કલ્લાએ કોરોનાથી બચવા માટે વેકિસનેશનને જ્ઞાન આપ્યું છે.

રાજસ્થાનના ઉર્જા અને જલ મંત્રી બીડી કલ્લા વેકિસનેશનને લઈને નવું નિવેદન આપતા 'જ્ઞાન'આપ્યું છે.મંત્રી બીડી કલ્લાએ કહ્યું છે કે તમને ખબર છે વેકિસન કોને આપવામાં આવે છે. આજ સુધી આપણા દેશમાં વેકિસન તો માત્ર બાળકોને જ આપવામાં આવતી રહી છે. આ વૃદ્ઘોને કયાંથી વેકિસન લાગવા લાગી. તેમણે કહ્યું કે કોરોનામાં પણ સૌથી પહેલા બાળકોને જ રસી આપવી જરૂરી હતી. કારણ કે બાળકોને બચાવવા વધુ જરૂરી છે.

કલ્લાએ કહ્યું છે કે મોદી સરકારે કોરોનાની વેકિસન વૃદ્ઘોને આપવાની શરૂઆત કરી છે. મેં વૃદ્ઘોને તો એટલું પણ કહેતા સાંભળ્યા છે કે અમે તો એમ-નેમ જ ૮૦-૮૫ વર્ષના થઇ ગયા. અમે કોરોનાથી મરી જઈએ તો પણ વાંધો નહીં. પહેલા બાળકોને રસી આપવી જોઈએ. મંત્રીજી અહીં જ ન અટકયા. તેમણે વેકિસનેશન પોલિસીને લઈને કેન્દ્ર સરકાર પર જોરદાર હુમલો કર્યો.

તેમણે કહ્યું કે પીએમ મોદીની વેકિસન પોલિસી ખોટી છે. વેકિસન આવી તો સૌથી પહેલા બાળકોને રસી આપવી જોઈતી હતી પરંતુ મોદી સરકારે એવું ન કર્યું જેને કારણે બધી સમસ્યાઓ ઉભી થઇ રહી છે, કેન્દ્રીય જળ સંસાધન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે રાજસ્થાન સરકારના મંત્રી બીડી કલ્લાના નિવેદનને ટ્વીટ કરતા તેમને દ્યેરવાનો પ્રયાસ કર્યો છે.

ગજેન્દ્ર સિંહ શેખાવતે બીડી કલ્લાના નિવેદનને ટ્વીટ કરીને લખ્યું છે કે વેકિસનને લઈને કોંગ્રેસના નેતાઓ હાસ્યાસ્પદ જ્ઞાન અને નિવેદનો સાંભળી લો. વેકિસન પોલિટિકસથી કોંગ્રેસ હવે કલાઉન પોલિટિકસ પર આવી ગયું છે.

(4:18 pm IST)