Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

કેન્દ્રીય મંત્રીમંડળમાં જેડીયુએ મંત્રીપદ માંગ્યું : કહ્યું - એનડીએમાં દરેક સાથીપક્ષોને સન્માન મળવું જોઈએ

NDA ગઠબંધનમાં હાલમાં JDUના 16 સાંસદ છે, આમ છતાં કેન્દ્રમાં જેડીયુનો એક પણ મંત્રી નથી

નવી દિલ્હી : રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનનો ભાગ એવા જનતા દળ યુનાઇટેડ હવે કેન્દ્રીય પ્રધાનમંડળમાં સ્થાન માંગી રહ્યું છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આરસીપી સિંહે આ અંગે નિવેદન આપ્યું છે. પત્રકારો સાથે વાત કરતા આરસીપી સિંહે કહ્યું કે NDA માં દરેક સાથીપક્ષોને સન્માનની વાત કરતા JDU માટે કેબિનેટમાં સ્થાન માંગ્યું છે.

JDU ના રાષ્ટ્રીય અધ્યક્ષ આરસીપી સિંહે શનિવારે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે અમને જાણ થઇ છે કે કેન્દ્રીય મંત્રીમંડળનું  વિસ્તરણ થવાનું છે.તેમણે કહ્યું કે JDU પણ NDA નો એક ભાગ છે. આવી સ્થિતિમાં કેબીનેટના વિસ્તરણમાં JDUને પણ પ્રાધાન્ય મળવું જોઈએ

આરસીપી સિંહે કહ્યું કે NDA ગઠબંધનના સહયોગી દરેક પક્ષને આદર મળવો જોઈએ. આરસીપી સિંહના આ નિવેદનથી દેશ અને બિહારના રાજકારણને નવી હવા મળી છે. જો કે JDU એ હજી એ સ્પષ્ટ નથી કર્યું કે તે કેન્દ્રમાં પાર્ટીમાંથી કોને મોકલવા માંગે છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તરણ થવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે મોદીના પ્રધાનમંડળમાં ફેરફાર શક્ય છે. આવી સ્થિતિમાં બિહારના રાજકારણ માં JDUની આ માંગણીથી નવો વળાંક આવ્યો છે. એ પણ પોતાનો દાવ વ્યક્ત કર્યો છે.

NDA ગઠબંધનમાં હાલમાં JDUના 16 સાંસદ છે, આમ છતાં કેન્દ્રમાં જેડીયુનો એક પણ મંત્રી નથી. છેલ્લી વખત મોદીના મંત્રીમંડળના વિસ્તરણ સમયે JDU ની સરકારમાં એન્ટ્રી થવાની ચર્ચાઓ થઇ હતી. એવું કહેવામાં આવ્યું હતું કે તે સમયે આરસીપી સિંહ કેન્દ્રમાં મંત્રી બનવાના હતા. પરંતુ અંતે આવું કાઈ બન્યું નહીં.

(6:45 pm IST)