Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

ઇન્ડિયન અમેરિકન એટર્ની ચંદ્ર ભટનાગર UCLA ના આસિસ્ટન્ટ વાઇસ ચાન્સેલર બન્યા : ભારતના ન્યુદિલ્હીમાં જન્મેલા અને ન્યુયોર્ક તથા ન્યૂજર્સીમાં ઉછરેલા શ્રી ભટનાગરનો અમેરિકામાં દબદબો

કેલિફોર્નિયા : ઇન્ડિયન અમેરિકન એટર્ની ચંદ્ર ભટનાગર અમેરિકાની યુનિવર્સીટી ઓફ કેલિફોર્નિયા લોસ એંજલસના આસિસ્ટન્ટ વાઇસ ચાન્સેલર બન્યા છે.તેમને યુનિવર્સીટીના ઇકવીટી ડિપાર્ટમેન્ટમાં નાગરિક અધિકાર વાઇસ ચેરમેન તરીકે નિમણુંક આપવામાં આવી છે.

તેઓ 25 જાન્યુઆરીથી ઉપરોક્ત પદ ઉપર કામચલાઉ સેવાઓ આપી રહ્યા હતા હવે તેઓ કાયમી પદ સંભાળશે.

યુનિવર્સીટીના  ઇક્વિટી, વિવિધતા અને નાગરિક અધિકાર માટેના વાઇસ ચાન્સેલર, અન્ના સ્પેન બ્રેડલેએ,જણાવ્યું હતું કે  હવે ભટનાગરના  નાગરિક અધિકાર અને સમાનતા, વિવિધતા સહિતના અનુભવોનો યુનિવર્સીટીને લાભ મળશે. મહત્વપૂર્ણ નેતૃત્વની ભૂમિકામાં તેમનું સ્વાગત કરતાં મને આનંદ થાય છે. તેમ જણાવ્યું હતું.

ભારતની નવી દિલ્હીમાં જન્મેલા, ભટનાગર ન્યૂ જર્સી અને ન્યુ યોર્ક સિટીમાં ઉછર્યા હતા, પરંતુ તેમના સંયુક્ત  પરિવાર સાથે રહેવા માટે તેઓ   ભારત પરત ફર્યા હતા.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(6:49 pm IST)