Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

ઈન્ટરનેટ પર હવે નહીં કરી શકો કોઈને બદનામ:સર્ચ રિઝલ્ટ થશે એકદમ ડાઉન: ગૂગલે પોલિસી બદલાવી

હવે ગૂગલે પોતાના સર્ચ એલ્ગોરિધમને બદલવાની યોજના બનાવી: ડોમેન અંતર્ગત કામ કરતી વેબસાઈટને સર્ચ રિઝલ્ટમાં દાખલ થતાં રોકી શકાશે

નવી દિલ્હી :સોશિયલ મીડિયાના આ સમયમાં વાંધાજનક કંટેટ દ્વારા લોકોને બદનામ કરવાનું હવે સામાન્ય બાબત બની છે. પણ ગૂગલ હવે આવુ નહીં કરે. કેટલીય વાર ઈન્ટરનેટ દ્વારા લોકોને બદનામ કરવાનો ડર બતાવીને તેમની પાસેથી માલ ખંખેરી લેવાની કેટલીય ખબરો સામે આવી છે. તો ઘણી વાર ઈન્ટરનેટ દ્વારા બદનામીની આડમાં લોકોને બ્લેકમેલ પણ કરવામાં આવે છે. ગૂગલે પોતાની પોલિસીમાં ફેરફાર કર્યો છે. જે બાદ આ પ્રકારની ઘટનાઓ પર રોક લાગશે.

કેટલીય વેબસાઈટ કથિત છેતરપીંડી કરનારા અને યૌન હિંસા કરનારા વિશે ખોટી ફરિયાદ કરવા માટે ઉકસાવતા હોય છે. ત્યાર બાદ લોકો સોશિયલ મીડિયા અને અન્ય વેબસાઈટ દ્વારા કોઈ ખાસ માટે પોતાનો મત ધરાવતા થઈ જતા હોય છે. સતત આવી કેટલીય પોસ્ટ થવાના કારણે ગૂગલ સર્ચમાં સૌથી ઉપર તે દેખાઈ છે. ત્યાર બાદ અલસી ખેલ શરૂ થતો હોય છે અને પીડિતથી પોસ્ટને ડાઉન કરવા માટે વસૂલી તરીકે હજારો રૂપિયાની માગ કરવામાં આવતી હોય છે

ત્યારે હવે ગૂગલે પોતાના સર્ચ એલ્ગોરિધમને બદલવાની યોજના બનાવી, જે બાદ પ્રીડેટર્સઅલર્ટડોટયુએસ અને બેડગર્લરિપોર્ટડોટકોમ જેવા ડોમેન અંતર્ગત કામ કરતી વેબસાઈટને સર્ચ રિઝલ્ટમાં દાખલ થતાં રોકી શકાશે. જ્યારે કોઈ યુઝર્સ પોતાની બદનામીના ડરથી પોસ્ટ હટાવવાની ફરિયાદ કરે છે, તો તેના બદલામાં તેની પાસેથી મોટી રકમ વસૂલવામાં આવે છે.ત્યારે હવે ગૂગલે આ પ્રકારની યાતનાને નષ્ટ કરવા માટે નવી ટેક્નોલોજીની જાણકારી આપી છે, જેને મલ્ટીટાસ્ટ યુનિફાઈડડ મોડલ નામ આપ્યુ છે.

(7:20 pm IST)