Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

ઘરના વાતાવરણમાં ડેલ્ટા વેરિયન્ટ ઝડપથી ફેલાય છે

પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ દ્વારા અભ્યાસ હાથ ધરવામાં આવ્યો : ભારતના મોટાભાગના વિસ્તારોમાં કોરોનાની જે બીજી લહેરે કહેર મચાવ્યો છે તેનું કારણ ડેલ્ટા વેરિયન્ટ જ છે

હૈદરાબાદ, તા.૧૨ : કોરોના મહામારીની શરુઆતની લહેરની સરખામણીએ વખતે એક ઘરમાં વધુ કેસ જોવા મળ્યા છે જ્યારે પહેલા ઘર દીઠ એકાદ-બે કેસ જોવા મળતા હતા જ્યારે વખતે આખા ઘરને કોરોના જકડી લેતો હતો તેવું થવા પાછળનું કારણ જાણવા માટે યુકેની સરકારના આરોગ્ય વિભાગની સંસ્થા પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ દ્વારા અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં જણાયું કે ભારતમાં મળી આવેલો ડેલ્ટા વેરિયન્ટ (બી..૬૧૭.) ઘરના વાતાવરણમાં વધુ ઝડપથી ફેલાવા માટે સક્ષમ છે.

મહત્વનું છે કે ભારતના મોટાભાગના વિસ્તારોમાં કોરોનાની જે બીજી લહેરે કહેર મચાવ્યો છે તેનું કારણ ડેલ્ટા વેરિયન્ટ છે. જ્યારે કોરોનાના બીજી વેરિયન્ટ ઘરમાં એકાદ વ્યક્તિને સંક્રમિત કરે છે ત્યારે ડેલ્ટા વેરિયન્ટ ખૂબ ઝડપથી ઘરમાં બેથી વધુ વ્યક્તિને સંક્રમિત કરી નાખે છે.

  જણાવે છે કે શા માટે વખતે બીજી લહેરમાં ઘરે ઘરે કોરોનાના એકથી વધુ ખાટલા હતા. પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ દ્વારા ઘરમાં ડેલ્ટા વેરિયન્ટ અને આલ્ફા વેરિયન્ટના સંક્રમણ ફેલાવવાની શક્તિનો તુલનાત્મક અભ્યાસ કર્યો હતો. આલ્ફા વેરિયન્ટ પણ કોરોના વાયરસનો ખતરનાક વેરિયન્ટ માનવામાં આવે છે જે સૌથી પહેલા યુકેમાં જોવા મળ્યો હતો.

શુક્રવારે અભ્યાસને જાહેર કરવામાં આવ્યો હતો જેમાં જણાવાયું છેકે 'એકંદરે અમે જોયું કે કોરોના સંક્રમણના ઘરમાં એકથી વધુ વ્યક્તિમાં ફેલાવા માટે બી... ની તુલનાએ બી..૬૧૭. વધુ સંક્રમણકારી છે.

જેથી કોરોનાની લહેર દરમિયાન વિશાળ જનસમુદાયમાં તેના ફેલાવાને ધ્યાને રાખીને મહામારીના વ્યાપને કાબૂમાં રાખવા અને સંક્રમણને કંટ્રોલ કરવા માટે ઘરમાં સંક્રમણને રોકવા માટેની તૈયારી એક મહત્વનું પાસુ બની રહેશે. અભ્યાસ મુજબ બી... ની તુલનાએ  બી..૬૧૭. દ્વારા ઘરમાં સંક્રમણ ફેલાવાના ચાન્સ ૬૪ ટકા કરતા વધુ છે. સંશોધકોએ કહ્યું કે અભ્યાસ દ્વારા બી..૬૧૭. વેરિયન્ટથી સંક્રમણ વધી રહ્યું હોવના દાવા સાબિત થાય છે. બી... ની તુલનાએ વેરિયન્ટથી સંક્રમણ ફેલાવવાના ચાન્સ વધારે છે. અભ્યાસમાં પણ જોવા આવ્યું કે જે ઘરમાં એશિયન રહેતા હોય તેવા ઘરોમાં સંક્રમણ વધી રહ્યું છે કારણ કે અહીં વધુ લોકો નાની જગ્યામાં રહેતા હોય છે.

વિશાલ કોમ્યુનિટી સ્પ્રેડને ધ્યાને રાખીને ઘરના તમામ સભ્યોમાં ફેલાતું કોરોના સંક્રમણ ચિંતાનો વિષય છે. અધ્યયનમાં જાણવા મળ્યું છે કે બી..૬૧૭. વેરિએન્ટ ધરાવતા લોકોમાં હાઉસહોલ્ડ ટ્રાન્સમિશન ફેલાવવાની શક્યતા .૬૬ હતી. જ્યારે નવા કોરોનાવાયરસના વાઇલ્ડ સ્ટ્રેનમાં દ્ગ૪૪૦ા જેવા તેના પરિવર્તનો દ્વારા સહાયથી કોરોનાની બીજી લહેરમાં વાયરસ વેરિયન્ટે કહેર મચાવ્યો છે. જ્યારે આલ્ફા અને ડેલ્ટા જેવા વેરિયન્ટે કોરોાની બીજી લહેર દરમિયાન વધુ લોકોને સંક્રમિત કર્યા છે.

વેરિયન્ટે બીજી લહેર દરમિયાન મુખ્ય ભૂમિકા નિભાવી હતી. સદભાગ્યે, રસીકરણ પ્રકારોથી સુરક્ષા આપી રહ્યું છે. તેમજ જો સંક્રમણ થાય તો પણ આવા કિસ્સામાં રોગની તીવ્રતા અને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂરિયાત ઊભી થતી નથી.

(7:28 pm IST)