Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

બંગાળમાં રાજકીય ઉથલપાથલ : મુકુલ રોય બાદ હવે રાજીબ બેનર્જી ટીએમસીમાં ઘરવાપસી કરશે

રાજીબે ટીએમસીના રાજ્ય સચિવ કુણાલ ઘોષના ઘરે મુલાકાત લીધા બાદ રાજકીય અટકળો

ભાજપના નેતા મુકુલ રોયએ ભાજપને અલવિદા કરીને ટીએમસીમાં ઘરવાપસી કરી છે. તેવા સમયે હવે ભાજપના બીજા નેતા જે ઇલેક્શન પૂર્વે ટીએમસી છોડીને ભાજપના જોડાયા હતા તે રાજીબ બેનર્જીએ પણ ટીએમસીમાં ઘરવાપસીના સંકેત આપ્યા છે.

મુકુલ રોય પછી ભારતીય જનતા પાર્ટીના નેતા રાજીબ બેનર્જીપણ તૃણમૂલ કોંગ્રેસમાં પાછા ફરવા જઇ રહ્યા હોવાના સંકેત મળ્યા છે. જેમાં રાજીવે શનિવારે કોલકત્તામાં ટીએમસીના રાજ્ય સચિવ કુણાલ ઘોષના ઘરે મુલાકાત લીધા બાદ રાજકીય અટકળો તીવ્ર બની છે. જોકે કૃણાલ ઘોષે તેને સૌજન્ય મુલાકાત ગણાવી હતી.

રાજીબ બેનર્જીએ ભૂતકાળમાં ઘણા સંકેતો આપ્યા છે કે તે જલ્દીથી જૂની પાર્ટીમાં ફરી શકે છે. પશ્ચિમ બંગાળની ચૂંટણી પૂર્વે જ ટીએમસી છોડીને ભાજપમાં જોડાયેલા મમતા સરકારના પૂર્વ પ્રધાન ચૂંટણીમાં દોમજૂર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી હારી ગયા હતા

(8:40 pm IST)