Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

ભારતીય મૂળની સિરીશા બાંદલાએ વર્જિન ગેલેક્ટિકની યૂનિટી-22થી અંતરિક્ષયાત્રાની સફળ ઉડાન ભરી

સ્ક્કાડ્રન લીડર રાકેશ શર્મા, કલ્પના ચાવલા અને સુનીતા વિલિયમ્સ બાદ અંતરિક્ષમાં ચોથી વખત કોઈ ભારતીયના પગલા

નવી દિલ્હી : ભારતીય મૂળની  સિરીશા બાંદલાએ વર્જિન ગેલેક્ટિકની યૂનિટી-22થી રવિવારે રાત્રે 8 વાગે અંતરિક્ષની સફળ ઉડાન ભરી. અંતરિક્ષમાં ચોથી વખત કોઈ ભારતીયના પગલા ભર્યા છે. આનાથી પહેલા સ્ક્કાડ્રન લીડર રાકેશ શર્મા, કલ્પના ચાવલા અને સુનીતા વિલિયમ્સ અંતરિક્ષ અને સ્પેશ સ્ટેશનની યાત્રા કરી ચૂક્યા છે.

સિરીશા બાંદલા રિચર્ડ બ્રેન્સનની સ્પેસ કંપની વર્જિન ગેલેક્ટિકના અંતરિક્ષ યાન VSS Unityમાં બેસીને અંતરિક્ષની યાત્રા પર રવાના થયા છે. સિરીશા બાંદલા રિચર્ડ બ્રેન્સનના પાંચ અંતરિક્ષયાત્રીઓમાંથી એક છે. સિરીશા વર્જિન ગેલેક્ટિક કંપનીના ગવર્નમેન્ટ અફેયર્સ એન્ડ રિસર્ચ ઓપરેશન્સની વાઈસ પ્રેસીડેન્ટ છે. માત્ર છ વર્ષમાં સિરિશાએ વર્જિન ગેલેક્ટિકાં આટલી સીનિયર પોસ્ટ મેળવી છે

VSS Unityને યૂનિટી 22 પણ કહેવામાં આવે છે. આમાં કુલ મળીને 6 લોકો જઈ રહ્યાં છે. બે પાયલટ અને ચાર પેસેન્જર. આ ક્રૂમાં રિચર્ડ બ્રેન્સન પણ સામેલ છે. આની લોન્ચિંગ ન્યૂ મેક્સિકો સ્થિત લાસ ક્રુસેસના સ્પેસપોર્ટ અમેરિકાથી થઈ. યૂનિટી યાનને VMS Eve ઉપર લગાવીને 50 હજાર ફૂટની ઉંચાઈ પર લઈ જઈને છોડી દેવામાં આવ્યો. તે પછી સ્પેસ ક્રાફ્ટ પોતે જ અંતરિક્ષ તરફ આગળ વધ્યો. અંતરિક્ષની આ યાત્રા લગભગ 1 કલાક 5 મીનિટની હશે. તે પછી VSS Unity પરત સ્પેસપોર્ટ પર લેન્ડ કરશે.

(12:00 am IST)