Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

દિલ્હીમાં પાણીની અછતને લઈને રાજનીતિમાં ગરમાવો : આપ કાર્યકરોએ પ્રદેશ ભાજપ અધ્યક્ષના ઘરનું નાળ કનેક્શન કાપ્યું !!

ભાજપાના લોકોએ પોતાના રાજકીય ફાયદા માટે જાણીજોઈને દિલ્હીમાં પાણીને આવવા રોકી રાખે છે.: આપનો આક્ષેપ

નવી દિલ્હી :દિલ્હીમાં પાણીની અછતને લઈને આમ આદમી પાર્ટી અને ભાજપા વચ્ચે રાજનીતિ ગરમાઇ છે. પાણીની અછત માટે ભાજપાને જવાબદાર ઠેરવતા આપ કાર્યકર્તાઓએ દિલ્હી ભાજપ અધ્યક્ષ આદેશ ગુપ્તાના ઘરનો ઘેરાવ કર્યો અને નારાબાજી કરી હતી. તેમજ હાથમાં પાવડો લઈને પહોંચેલા કાર્યકર્તાઓએ દિલ્હી ભાજપા અધ્યક્ષના ઘરનું પાણીનું ક્નેક્શન કાપવાનો દાવો પણ કર્યો હતો .

આમ આદમી પાર્ટીના નેતા દૂર્ગેશ પાઠકે કહ્યું કે, કાલે અમે ભાજપાને પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા માટે 24 કલાકનો સમય આપતા કહ્યું હતુ કે, જો આપેલા સમયમાં પાણીની સમસ્યાનું ઉકેલ આવશે નહીં તો તેમના ઘરનું પાણીનું ક્નેક્શન કાપી નાંખવામાં આવશે. પરંતુ ભાજપા તરફથી કોઈ જ પગલાઓ ભરવામાં આવ્યા નહતા. આપ કાર્યકર્તાઓએ કહ્યું કે, દિલ્હીને લગભગ 100 એમજીડી પાણી પ્રતિદિવસ ઓછું મળે છે.

એમસીડી પ્રભારી દૂર્ગેશ પાઠકે આરોપ લગાવ્યો કે ભાજપા શાસિત હરિયાણા સરકાર દિલ્હીવાળાઓના હક્કનો લગભગ 100 એમજીડી પાણી આપી રહી નથી. જેના કારણે કેટલાક દિવસોથી દિલ્હીની અંદર પાણીની અછત થઈ ગઈ છે. તેમને કહ્યું, ભાજપાના નેતાઓએ રાજનીતિ કરવાથી સમય મળતો નથી. ભાજપાના લોકોએ પોતાના રાજકીય ફાયદા માટે જાણીજોઈને દિલ્હીમાં પાણીને આવવા રોકી રાખે છે.

(12:00 am IST)