Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

દેશમાં કોરોનાના નવા 35.446 કેસ નોંધાયા : વધુ 36.070 દર્દીઓ રિકવર થયા : વધુ 691 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.08.763 થયો : એક્ટીવ કેસ 4.47.107 થયા : કુલ કેસની સંખ્યા 3.08.71.708 થઇ : રિકવર થનારની સંખ્યા 3 કરોડને પાર પહોંચી

સૌથી વધુ કેરળમાં 12.220 કેસ, મહારાષ્ટ્ર્રમાં 8535 કેસ, તામિલનાડુમાં 2775 કેસ, આંધ્રપ્રદેશમાં 2665 કેસ, ઓરિસ્સામાં 2282 કેસ, કર્ણાટકમાં 1978 કેસ નોંધાયા

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  આજે દેશમાં કોરોનાનાં નવા 35.446 કેસ નોંધાયા છે. જ્યારે 36.070 દર્દીઓ રિકવર થયા છે, દેશમાં હવે ધીમે ધીમે કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેશનાં મુખ્ય ત્રણ રાજ્યો કે જ્યાથી કોરોનાનાં કેસ સૌથી વધુ સામે આવી રહ્યા હતા. જ્યા સરકારનાં કડક વલણ બાદ હવે કોરોનાનાં નવા કેસમાં ઘટાડો નોંધાયો છે. જેની અસર હવે દેશમાં આવતા દૈનિક કેસનાં આંકડામાં જોવા મળે છે.

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 35.446 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 691 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.08.763 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 36.070 નવા કેસ નોંધાતા  કુલ કેસની સંખ્યા 3.08.71.708 થઇ છે  એક્ટિવ સંખ્યા 4.47.107 થઇ છે છેલ્લા 24 કલાકમાં 36.070 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.00.03.596 લોકોએ કોરોનાને મહાત આપી છે
દેશમાં સૌથી વધુ કેરળમાં 12.220 કેસ, મહારાષ્ટ્ર્રમાં 8535 કેસ, તામિલનાડુમાં 2775 કેસ, આંધ્રપ્રદેશમાં 2665 કેસ, ઓરિસ્સામાં 2282 કેસ,કર્ણાટકમાં 1978 કેસ નોંધાયા છે

(12:00 am IST)