Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

જયપુર આમેરમાં સેલ્ફી લેવામાં વ્યસ્ત લોકો પર વીજળી પડી : ૧૧ લોકોના મોત

જયપુર,તા. ૧૨: લગભગ દેશભરમાં ચોમાસુ ફરી સક્રિય થઈ ગયું છે. ત્યારે રાજસ્થાનથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. રાજસ્થાનના જયપુર નજીક આવેલા આમેરમાં વીજળી પડવાની ઘટનામાં ૧૧ લોકોના મોત થયા છે. આ ઘટના બાદ પુરા પંથકમાં હાહાકાર મચી ગયો છે.

હવામાનમાં અચાનક પરિવર્તન અને વરસાદ બાદ રવિવારે જયપુરમાં આમેર પહોંચતા લોકોનો ધસારો જોવા મળ્યો હતો. આ દરમિયાન એક મોટો અકસ્માત થયો છે. વોચ ટાવર નજીક અચાનક વીજળી પડતાં ૧૧ લોકોનાં મોત નીપજયાં હતાં. ત્યારે, આશરે ૧૧ લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, જયારે આ અકસ્માત થયો ત્યારે લોકો વોચ ટાવર નજીક સેલ્ફી લેવામાં વ્યસ્ત હતા.

(11:50 am IST)