Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

ઉત્તર ભારતમાં મોન્સુનની એન્ટ્રી

યુપી-મધ્યપ્રદેશ-રાજસ્થાનમાં આકાશી આફત ત્રાટકીઃ વિજળી પડતા ૭૫ના મોત

નવી દિલ્હી તા. ૧૨ : ભારતીય હવામાન વિભાગના ઉત્ત્।ર ભારતમાં મોનસુન અંગે અનેક પૂર્વાનુમાનો ખોટા નીકળ્યા બાદ યુપી, બિહાર અને રાજસ્થાન સઘીત અનેક રાજયોમાં મોનસુનની એન્ટ્રી થઇ છે. જોકે મોનસૂની વરસાદના કારણે લોકોને ગરમીથી રાહત મળી, પરંતુ યુપી, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં અનેક જગ્યાએ આકાશીય વીજળી પડવાથી અંદાજે ૭૫ લોકોના મોત થયા છે. બીજી બાજુ હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ, છત્તિસગઢ, મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં ભારે વરસાદ થવાના અણસાર છે.

ચોમાસુ મોડું હોવા છતાં છેલ્લા ૨૪ કલાકમાં રાજસ્થાનના પાટનગર જયપુર સહિત જિલ્લામાં ભારે વરસાદ થયો પરંતુ આ દરમયાન અલગ અલગ સ્થળો પર વીજળી પડવાથી ૨૨ના મોત થયા છે. મધ્યપ્રદેશમાં લોકોને ગરમીમાંથી રાહત મળી પરંતુ વીજળીના કારણે ૧૩ થી વધુ લોકોના મોત થયા છે. આ દરમ્યાન મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં સૌથી વધૂ સાતના મોત થયા છે. જોકે બિહારમાં છેલ્લા ૨૪ કલાકમા કોઈના મોત થયા નથી. આ ઉપરાંત રાજયના વધુ પડતા જિલ્લામાં વીજળીનું એલર્ટ આપવામા આવ્યું છે.

આ ઉપરાંત હરિયાણા, દિલ્હી, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, અને ઉત્ત્।રાખંડમાં બાગેસ્વર જિલ્લાના કપકોટના સુમગઢમાં પણ ભારે વરસાદના કારણે ૩દ્ગક્ન મોત થયા છે. બીજી બાજુ મોસમ વિજ્ઞાન કેન્દ્રએ રાજયમાં મોડી સાંજથી કુમાઉ અને ગઢવાલ રિજનમાં ભારે વરસાદની સંભાવના સાથે અલ્મોડા, બાગેશ્વર, નૈનિતાલ, પિથોરાગઢ, દહેરાદુન, અને ટિહરી વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, હરિયાણા, પંજાબ, ચંદીગઢ, અને દિલ્હીમાં વીજળી પડવાની સાથે ૩૦ થી ૪૦ કિમી પ્રતિ કલાકે હવા ફુંકાશે. આ ઉપરાંત હિમાચલ પ્રદેશ, ઉત્ત્।રપ્રદેશ, જમ્મુ કાશ્મીર અને લદાખમાં પણ વિજળી પડવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે.

(11:51 am IST)