Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

પ્યાર જૂઠા સહી દુનિયા કો દિખાને આજા...

મેરેજ હોલ બહાર બાબૂ...બાબૂની બૂમો પાડતી રહી, અંદર પ્રેમીએ બીજી યુવતી સાથે ૭ ફેરા લઈ લીધા

ભોપાલ,તા. ૧૨: મધ્ય પ્રદેશના હોશંગાબાદમાં એક યુવતી મેરેજ હોલની બહાર બાબૂ-બાબૂની બૂમો પાડતી રહી અને અંદર તેના પ્રેમીએ અન્ય કોઈ યુવતી સાથે સાત ફેરા લઈ લીધા હતા. બાદમાં પોલીસે યુવતીને ગેટ પરથી હટાવવામાં ભારે મથામણ કરવી પડી હતી. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. યુવતીનું કહેવુ છે કે, આ યુવક સાથે તે લિવ ઈનમાં રહેતી હતી અને અચાનક તેણે અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા.

આ ઘટના હોશંગાબાદ શહેરના કોઠી બજાર સ્થિત આવેલા મેરેજ ગાર્ડનની છે. મેરેજ ગાર્ડનમાં એક લગ્ન સમારંભ ચાલી રહ્યો હતો, અચાનક એક યુવતી રડતા રડતા આવી પહોચી. જો કે, તેને જોઈને સુરક્ષાકર્મીઓએ દરવાજો બંધ કરી દીધો હતો. તેને અંદર ઘૂસતા રોકી રાખવામાં આવી. તે રોઈ રોઈને બાબૂ-બાબૂ બૂમો પાડતી રહી. તે પોતાના સંબંધ વિશે બૂમો પાડી જણાવી રહી હતી. સાથે તે એમ પણ કહેતી હતી કે, લગ્ન કરવા હોય તો, કરી લે પણ મને કહેવુ તો જોઈએ ને..

(11:53 am IST)