Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

વૈકલ્પિક બળતણથી પેટ્રોલના વધતા ભાવમાં રાહત મળશે

પેટ્રોલ-ડિઝલના વધતા ભાવની વચ્ચે મંત્રીનો બચાવ : વૈકલ્પિક ઈંધણથી થનારી બચત અને ખર્ચનો અંદાજ આપી વધતા ભાવો સામે લાચારી વ્યક્ત કરતા કેન્દ્રના પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી

નવી દિલ્હી, તા.૧૨ : કેન્દ્રના પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે નાગપુરમાં એલએનજી ફિલિંગ સ્ટેશનનુ ઉદઘાટન કર્યુ હતુ.તેમણે કહ્યુ હતુ કે, એલએનજી, સીએનજી અને ઈથેનોલ જેવા વૈકલ્પિક બળતણના કારણે પેટ્રોલની વધતી કિંમતોથી લોકોને રાહત મળશે.જેના કારણે લોકો પરેશાન છે અને આંદોલન કરી રહ્યા છે. તેમણે કહ્યુ હતુ કે, ઈથેનોલનો ઈંધણમાં ઉપયોગ કરવાથી પેટ્રોલની સરખામણીએ પ્રતિ લિટર ૨૦ રુપિયા બચી શકે છે.આંકડાથી ખબર પડે છે કે, એક પરંપરાગત ટ્રક એન્જીનને એલએનજી એન્જિનમાં બદલવા માટે ૧૦ લાખ રુપિયા ખર્ચ થાય છે.ટ્રક એક વર્ષમાં લગભગ ૯૮૦૦૦ કિમી ચાલતા હોય છે.તેને એલએનજી એન્જિનમાં બદલ્યા બાદ થી ૧૦ મહિનામાં પ્રતિ વાહન ૧૧ લાખ રુપિયા બચી શકશે. ગડકરીએ કહ્યુ હતુ કે, આપણે પેટ્રોલ ડિઝલ અને પેટ્રોલિયમ ઉત્પાદનોની આયાત માટે લાખ કરોડ રુપિયા ખર્ચ કરી રહ્યા છે.અમે એક નીતિ તૈયાર કરી છે.જેમાં વિકલ્પ તરીકે સ્વદેશી ઈથેનોલ, સીએનજી, એલએનજી અને હાઈડ્રોજનને ફ્યુલ તરીકે વિકસિત કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે.

તેમણે કહ્યુ હતુ કે, વૈકલ્પિક ઈંધણો પર કામ થઈ રહ્યુ છે. માટે ચોખા, મકાઈ અને ખાંડને બરબાદ થતા બચાવવી પડશે.

(7:25 pm IST)