Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

ડેનમાર્કની એક કંપની મનુષ્યના પેશાબથી બીયર બનાવે છે : કેવો હોય છે સ્વાદ?

નવી દિલ્હી તા. ૧૨ : દારૂ પીવાનું પસંદ કરનારા લોકોને બીયર ખૂબ પસંદ આવતો હોય છે. ઠંડી બીયર પીવાનો અનેરો જ આનંદ હોય છે. પરંતુ જો પીનારી વ્યકિતને ખબર પડે કે બીયર મનુષ્યના પેશાબથી બનેલો છે તો કદાચ બીયર પીનારી વ્યકિતને બીયરથી મોહભંગ થઈ જશે. જી હા, આ વાત બિલકુલ સાચી છે. Pisner કંપની મનુષ્યના પેશાબથી બીયર બનાવે છે. આ એક નવો કોન્સેપ્ટ છે, જેના વિશે ઘણા લોકોને બિલકુલ ખબર નથી.

જો તમે કયારેય Pisner બીયર પીધો છે, તો અસલમાં તમે મનુષ્યના પેશાબ (Human Urine)ને પીધો છે એવું કહી શકાય. Pisner નામમાં જ Pis છે, જેનો અર્થ પેશાબ થાય છે. એક રિપોર્ટ મુજબ, થોડાક વર્ષ પહેલા આ કંપનીએ એક મ્યૂઝીક કોન્સર્ટથી મનુષ્યોનું ૫૦ હજાર લીટર યૂરિન એકત્ર કર્યું હતું. ત્યારબાદ જ તેમણે પોતાની બીયર લોન્ચ કરી હતી.

કંપનીના જણાવ્યા મુજબ, જયારે તેઓએ પોતાની બીયર લોન્ચ કરી તો લોકોને લાગતું હતું કે, તેઓ લોકોના યૂરિનને બીયર કહીને વેચી રહ્યા છે. પરંતુ આવું નથી. અમે મનુષ્યના પેશાબને પોતાની પ્રોડકટમાં ચોક્કસ ઉપયોગ કરીએ છીએ, પરંતુ તે એક લાંબી પ્રોસિજરથી થઈને પસાર થાય છે. અને ખાસ વાત એ છે કે તેનો સ્વાદ યૂરિન જેવો બિલકુલ નથી હોતો. જો તમને તેનો સ્વાદ જરા પણ યૂરિન જેવો લાગશે તો અમે તેનું પ્રોડકશન બંધ કરી દઈશું.

ડેનમાર્કની કૃષિ અને ખાદ્ય પરિષદે કહ્યું કે, હ્યૂમન વેસ્ટને આટલા મોટાપાયે ફર્ટિલાઇઝરના રૂપમાં ઉપયોગ કરવાનો એક નવો કોન્સેપ્ટ છે. તેને “beercycling” કહેવામાં આવે છે. તો તમે જયારે વિદેશ પ્રવાસે હોય અને કોઈ પાર્ટીમાં સામેલ થયા હોય કે રેસ્ટોરાંમાં ગયા હોય તો બીયર પીતા પહેલા સો વાર વિચારી લેજો. કયાંક એવું ન થાય કે તમે જે ચીલ્ડ બિયરની મજા માણી રહ્યા છો તે કોઈનું યૂરિન ન હોય !

(12:59 pm IST)