Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

મુંબઇમાં સુનીલ શેટ્ટીના રહેઠાણ એપાર્ટમેન્ટમાં કોરોના કેસ વધતા બિલ્ડીંગ સીલ

જો કે સુનીલ શેટ્ટી અને તેના પરીવારજનો મુંબઇની બહાર છે

મુંબઇ, તા., ૧રઃ  મુંબઇના અલ્ટામાઉન્ટ રોડ પર સ્થિત પૃથ્વી એપાર્ટમેન્ટની બિલ્ડિંગને સીલ કરી દેવામાં આવી છે. બોલિવૂડ એકટર સુનીલ શેટ્ટીનું આ દ્યર આ બિલ્ડિંગમાં છે. બિલ્ડિંગને સીલ કરવાનું કારણ તેમાં કોરોનાના કેસ વધવાનો છે. નિયમ અનુસાર કોઇ પણ બિલ્ડિંગમાં પાંચ કોરોના કેસ થવા પર તેને સીલ કરવુ જરૂરી છે. જોકે, ફેન્સને જાણીને ખુશી થશે કે સુનીલ શેટ્ટી અને તેનો પરિવાર મુંબઇની બહાર છે. આ બિલ્ડિંગમાં 30 માળ અને 120 ફ્લેટ્સ છે. મુંબઇના ડી વોર્ડના આસિસ્ટન્ટ કમિશનર પ્રશાંત ગાયકવાડે આ વાતની પૃષ્ટી કરી છે કે બિલ્ડિંગને સીલ કરી દેવામાં આવી છે. મુંબઇના ડી વોર્ડમાં આ સમયે કોરોનાની 10 જગ્યાને સીલ કરવામાં આવી છે. તેમાં માલાબાર હિલ્સ અને પેડર રોડ પણ સામેલ છે. કોરોનાની બીજી વેવમાં હાઇ રાઇજ જગ્યામાં 80 ટકા કેસ સામે આવ્યા હતા. સુનીલ શેટ્ટી અને તેમના પરિવારની વાત કરીએ તો એકટરના પ્રવકતાએ આ વાતની પૃષ્ટી કરી છે કે તમામ આ સમયે મુંબઇની બહાર છે. સુનીલ શેટ્ટી અને તેનો પરિવાર દ્યણા સમયથી પૃથ્વી એપાર્ટમેન્ટમાં રહી રહ્યો હતો, તેમના સિવાય 25 અને પરિવાર તેમાં રહે છે. આ બિલ્ડિંગમાં કેટલાક કેસ સામે આવ્યા હતા, જેમને સીધા હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે.

(3:15 pm IST)