Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

અયોધ્યામાં રામમંદિરના પાયા અને પ્લિન્થમાં લાગી રહ્યા છે મિર્જાપુરના લાલ પથ્થર

ભરતપુરના ગુલાબી પથ્થરથી ચણાશે રામમંદિરની દીવાલો ; જોધપુરના સેન્ડ સ્ટોનથી બનવાઈ રહ્યા છે સ્વાગત દ્વાર

અયોધ્યા  તા ૧૨, અયોધ્યામાં રામમંદિરના નિર્માણમાં અનેક પ્રકારના પથ્થરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મિર્જાપુરના બલુઆ લાલ પથ્થરથી પાયા ભરવામાં આવી રહ્યા છે. તો રાજસ્થાનના ભારતપુરના ગુલાબી પથ્થર દીવાલો પર સજશે, મંદિર અને અયોધ્યામાં ૬૪ સ્વાગતદ્વાર બનાવવામાં આવી રહ્યા છે.  એમાં જોધપુરના સેન્ડ સ્ટોન એટલે કે છીતર  પથ્થરનો ઉપયોગ કરવામાં આવશે. સંપૂર્ણ મંદિરના નિર્માણમાં અંદાજિત ૧૨ લાખ ઘન ફુટ પથ્થરની જરૂરિયાત પડશે.

 બલુઆ લાલ પથ્થર કાશી અને પ્રયાગ્રજની વચ્ચે વીંધ્યાચલ પર્વતની વચ્ચેની મિર્જાપુરની ખાણોમાંથી કાઢવામાં આવશે. મિર્જાપુરના લાલ પથ્થર મૌશમ અને સમય બંનેની અસરથી પર રહે છે. હવા અને પાણીથી તેની ચમક વધી જાય છે.આ પથ્થર જેમ જૂનો થાય તેમ વધુ ચમકે છે. સેંકડો વર્ષો સુધી પાણી પડવા પર પણ આ પથ્થર ખરાબ નથી થતો.  એવું આ પથ્થરમાં રહેલા ખાસ બલુઆ કણો અને તેના ખાસ ઘનત્વના કારણે થાય છે. મિર્જાપુરથી લાલ પથ્થરનો પહેલો જથ્થો અયોધ્યા પહોંચી ગયો છે. આગામી ૮ મહિનામાં અંદાજિત ૧૯ હજાર પથ્થર મોકલવામાં આવશે.

 મિર્જાપુરના પથ્થરોથી બનેલી મૂર્તિઓની ખાસ ડિમાન્ડ રહે છે. લાલ પથ્થરોથી દેશના કેટલાક પ્રસીદ્ધ ઘાટ, સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલયનું મુખ્ય ભવન, સારનાથના મુખ્ય બૌદ્ધ મંદિર સહિતનું નિર્માણ કરવામાં આવ્યું છે. થઇ મંદિરમાં બનેલી કંદહાર શૈલીની દુનિયાની સૌથી મોટી ૮૦ ફુટ ઊંચી મૂર્તિ, સારનાથના વિયતનામી મંદિરની ૭૦ ફુટ ઊંચી પદ્માસન મૂર્તિ, સ્તૂપ, સારનાથ મ્યુઝિયમની સાથે મથુરા, વૃંદાવનના પ્રસિદ્ધ મંદિરો સહિતની હજારો બુદ્ધ પ્રતિમા, મૂર્તિઓ અને કલાકૃતિઓનું નિર્માણ મિર્જાપુરના બલુઆ પથ્થરથી કરવામાં આવ્યું છે. માયાવતીના શાસનકાળમાં લખનૌથી  નોઈડા સુધી આ પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

 રામ મંદિર નિર્માણ સમિતિએ ઍલએંડટીને લાલ પથ્થરો પુરા પાડવાની જવાબદારી શોપી છે. કંપની ૧૩૦૦ થી ૧૫૦૦ ક્યુબિક ફૂટના દરથી ચુનાર પાસેથી પથ્થરો ખરીદે છે. મિર્જાપુરના ડીએમ -વીણકુમાર લક્ષકારે જણાવ્યું કે, ૨૭ બલુઆ પથ્થરનો પહેલો જથ્થો અયોધ્યા  મોકલવામાં આવ્યો છે. જેમાં ૪ ફુટ લાંબા, ૨ ફુટ પહોળા અને ૨ ફુટ ઊંચા પથ્થરોનો સમાવેશ થાય છે.

   રાજસ્થાનના પથ્થરો  મજબૂતીમાં સૌથી આગળ

 રામ મંદિરની દીવાલો રાજસ્થાનના ભારતપુરના રુદવાલ ક્ષેત્રની બંસી પહાડપુરના પથ્થરોથી બનાવવામાં આવશે.બંશી પહાડપુરના પથ્થરનું આયુષ્ય ૫,૦૦૦ વર્ષનું હોય છે. બંશી પહાડપુરના ગુલાબી પથ્થર પર પણ પાણી પડવાથી વધુ ખીલે છે. આછા  ગુલાબી રંગના આ પથ્થરોમાં ર્કાવિંગ સરળતાથી થાય છે.

  મંદિર નિર્માણમાં ૧૨ લાખ ઘનફૂટ પથ્થરની જરૂરિયાત

 મંદિર નિર્માણ માટે અત્યાર સુધીમાં ૭૦ હજાર ક્યુબિક ફુટ પથ્થરનો ઉપયોગ થઇ ચુક્યો છે. વાસ્તુકાર સોમપુરાના કહ્યા મુજબ મંદિરની પ્લીન્થ અને પરકોટા નિર્માણમાં ઓછામાં ઓછા ૪ લાખ ઘનફૂટ પથ્થરોની જરૂરિયાત પડશે. આ રીતના રામ મંદિર નિર્માણમાં અંદાજિત ૧૨ લાખ ઘનફૂટ પથ્થરની જરૂરિયાત પડશે.  પથ્થરોને જોડવા માટે વિશેષ પ્રકારના સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એન્જીનીયરોના કહ્યા પ્રમાણે મટીરિયલમાં ૬ ટકા સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ પ્રકારે ૨.૭૦ લાખ સિમેન્ટ બેગનો ઉપયોગ કરવામાં આવશે.બે મહિનામાં તમામ ૪૦ લેયર ભરી લેવામાં આવશે.  ઓગસ્ટ સુધીમાં રામમંદિરનો  ઢાંચો દેખાવા લાગશે.

(3:19 pm IST)