Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

રજનીકાંતે રાજનીતિ છોડવાનું કર્યું એલાન

આરએમએમ પક્ષ પણ ખત્મ કરશે

નવી દિલ્હી તા. ૧૨ : અભિનેતા રજનીકાંતે નિર્ણય લીધો છે કે તેઓ રાજનીતિમાં નહીં આવે. તેમણે પોતાની પાર્ટી Rajini Makkal Mandramને પણ ખત્મ કરવાની જાહેરાત કરી છે. જો કે પાર્ટીથી જોડાયેલા લોકો સભ્યો વિશે તેમણે કહ્યું છે કે તેઓ રજનીકાંત ફેન કલબ એસોસિએશનનો ભાગ રહેશે. USથી પરત ફરેલા રજનીકાંતે પહેલા કહ્યું હતું કે, તેઓ પોતાની રજની મક્કલ મંદરમ (RMM)ના પદાધિકારીઓ સાથે આ વિશે ચર્ચા કરશે કે ભવિષ્યમાં રાજનીતિમાં સામેલ થવું છે કે નહીં.

રાજનીતિથી દૂર રહેવાના વિકલ્પ પસંદ કરવાના ૬ મહિના બાદ તેમની આ ટિપ્પણી આવી. જો કે કેટલીકવાર પછી તેમણે જણાવ્યું કે, તેઓ રાજનીતિમાં નહીં આવે. રજનીકાંતના રાજકારણમાં આવવાને લઇને ૨ દાયકાથી પણ વધારે સમયથી ચર્ચા ચાલતી રહી છે.RMMને પહેલા અભિનેતાના રાજનીતિમાં આવવાના રસ્તા તરીકે જોવામાં આવતી હતી. ગત ડિસેમ્બરમાં તેમણે કહ્યું હતું કે, તેઓ રાજનીતિમાં નહીં આવે. તેમણે પોતાના સ્વાસ્થ્ય અને ૨૦૧૬માં થયેલા કિડની ટ્રાન્સપ્લાન્ટ જેવા કારણો આપ્યા હતા.

ગત મહિને સુપરસ્ટાર રજનીકાંત પરિવાર સાથે હેલ્થ ચેકઅપ માટે US ગયા હતા. તે સમયે ચેન્નઈ એરપોર્ટથી તેમની તસવીર સામે આવી હતી જે ઇન્ટરનેટ પર ઘણી જ વાયરલ થઈ હતી. લગભગ ૧ મહિના બાદ તેઓ USથી ઘરે પાછા આવ્યા. ત્યારબાદ તેમણે રાજનીતિમાં ના આવવાનો નિર્ણય સંભળાવ્યો. વર્કફ્રન્ટની વાત કરીએ તો રજનીકાંત અપકમિંગ તેલુગૂ ફિલ્મ ‘Annaatthe’ પર કામ શરૂ કરશે.

(4:07 pm IST)