Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

શાઓમી દ્વારા ઇન્‍ડિયન માર્કેટ માટે ફાસ્‍ટ ચાર્જર લોન્‍ચઃ ચાર્જર લેપટોપ સહિત ટાઇપ-સી સપોર્ટ કરનારા ડિવાઇસમાં કામ કરશે

નવી દિલ્હીઃ શાઓમીએ ઈન્ડિયન માર્કેટ માટે પોતાના Mi SonicCharge 3.0 ફાસ્ટ ચાર્જરની લોન્ચ ડેટ જાહેર કરી દીધી છે. આ ફાસ્ટ ચાર્જર એડોપ્ટર આજે 12 જુલાઈએ ભારતમાં લોન્ચ થશે અને તે  67W ક્વિક-ચાર્જિંગ કેપબિલિટીની સાથે આવી રહ્યું છે.  પરંતુ હજુ તેની કિંમત અને ડીટેલ્સ સામે આવી નથી. એક ટ્વિટર યૂઝરે તેની કિંમતની સાથે ચાર્જિંગ એડોપ્ટરની લાઇવ ઇમેજ શેર કરી છે. આ વાત ગિજ્મોચાઇનાના એક રિપોર્ટમાં કહેવામાં આવી છે.

આટલી હોઈ શકે છે કિંમત

પરંતુ આ ટ્વીટરને પોસ્ટ કરાયા બાદ ડિલિટ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ એક બીજા ટિપ્સ્ટરે ડિલીટ કરાયેલી પોસ્ટના સ્ક્રીનશોટ લઈ લીધા હતા. ટ્વીટ પ્રમામે શાઓમીના  67W ફાસ્ટ ચાર્જિંગવાળા Mi SonicCharge 3.0 ની ભારતમાં કિંમત 1999 રૂપિયા હશે.

લાઇવ ઇમેજમાં ખુલાસો, સ્ટાન્ડર્ડ બોક્સ પેકેજિંગમાં આપ્યું ચાર્જર

ચાર્જિંગ એડોપ્ટરની લાઇવ ઇમેજથી ખ્યાલ આવે છે કે તેની સાઇઝ કોમ્પેક્ટ છે. એડપ્ટર વ્હાઇટ કલરનું છે, તેના ટોપ પર 67W લખેલું છે. શાઓમીના બીજા ગેઝેટ્વની જેમ ફાસ્ટ ચાર્જર પણ સ્ટાન્ડર્ડ બોક્સ પેકેજિંગમાં આવ્યું છે. બોક્સ પેકેજિંગની ઉપર આ ફાસ્ટ ચાર્જરના 3 હાઇલાઇટ્સનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ચાર્જર ક્વાલકોમના ક્વિક ચાર્જ 3.0ને સપોર્ટ કરે છે. ચાર્જરમાં Type-C કેબલ આપવામાં આવ્યો છે અને તેની લંબાઈ 1 મીટર છે. આ ચાર્જર લેપટોપ સહિત ટાઇપ-સી સપોર્ટ કરનાર ઘણા ડિવાઇસમાં સાથે કામ કરે છે.

(4:47 pm IST)