Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

કોરોનાની ત્રીજી લહેર બીજી જેટલી ઘાતક નહીં હોય

આઈસીએમઆરના અભ્યાસનું તારણ : કોરોનાના દરેક નવા મ્યુટેશન અથવા વેરિયન્ટમાં કોહરામ મચાવવાની ક્ષમતા ન હોવાના સંશોધનમાં કરાયેલો દાવો

નવી દિલ્હી, તા.૧૨ : કોરોનાની બીજી લહેર માંડ માંડ નિયંત્રણમાં આવી છે અને ત્રીજી લહેરનો ભય આગળ ઉભો છે. અમુક નિષ્ણાંતોનું કહેવું છે કે ત્રીજી લહેર આવશે નહીં, અમકનું કહેવુ છે કે ત્રીજી લહેર બીજી લહેર કરતા વધારે ખતરનાક હશે. વાતો દરમિયાન ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચનો દાવો છે કે ત્રીજી લહેર આવશે પરંતુ તે બીજી લહેર કરતા વધારે ખતરનાક નહીં હોય.

આઈસીએમઆરના મહામારી વિજ્ઞાન વિભાગના પ્રમુખ ડોક્ટર સીમરન પાંડાનું કહેવું છે કે, દરેક નવા મ્યુટેશન અથવા વેરિયન્ટમાં કોહરામ મચાવવાની ક્ષમતા નથી હોતી. અત્યારે વધારે ચર્ચા નવા વેરિયન્ટની ઓળખની થઈ રહી છે, જ્યારે આપણું ધ્યાન વાત પર હોવુ જોઈએ કે તે કેટલા ઝડપથી ફેલાઈ શકે છે અથવા કેટલા ગંભીર પરિણામ આવી શકે છે. કારણે આઈસીએમઆર અને લંડનની ઈમ્પીરિયલ કોલેજે મળીને ભારતમાં ત્રીજી લહેરની આશંકાને ધ્યાનમાં રાખીને એક મૉડલ પર કામ કર્યું છે.

મૉડલમાં ચાર પરિસ્થિતિઓને સામે રાખવામાં આવી અને જોવામાં આવ્યુ કે શું ત્રીજી લહેર આવશે? જો આવશે તો તે બીજી લહેર કરતાં વધારે ખતરનાક હશે? મોડલમાં પહેલી સ્થિતિ નેચરલ ઈન્ફેક્શનથી બનનારી એન્ટીબોડી અને વેક્સિનેશન પછી બનનારી એન્ટીબોડીને લગતી હતી. બીજી સ્થિતિ નવા વેરિયન્ટને લગતી હતી, જે નેચરલ અને વેક્સીનેશન પછી બનનારી એન્ટીબોડીથી પણ બચી જાય છે. ત્રીજી સ્થિતિમાં જોવામાં આવ્યું કે ઝડપથી ફેલાતું વેરિયન્ટ શું કરી શકે છે. ચોથી સ્થિતિ સરકારો તરફથી રાજ્યોમાં લગાવવામાં આવેલા પ્રતિબંધો દૂર કરવા. ચારો સ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરીને અભ્યાસ કરવામાં આવ્યો. સ્ટડીમાં જાણવા મળ્યું કે, કોઈ પણ સ્થિતિમાં ત્રીજી લહેર બીજી લહેર કરતા વધારે ખતરનાક નહીં હોય. જો બીજી લહેરના ત્રણ મહિનામાં ૪૦ ટકા લોકોને રસી આપવામાં આવે તો ત્રીજી લહેરની પીકને ઘટાડી શકાય છે. ડોક્ટર સમીરન પાંડાનું કહેવું છે કે ત્રીજી વેવ બીજી વેવ કરતાં નબળી હશે તેનો અર્થ નથી કે લોકો કોરોનાના પ્રોટોકોલનું પાલન ના કરે. લોકો જે ગેરજવાબદારી ભર્યું વર્તન કરે છે તેને રોકવું જરુરી છે.

(7:27 pm IST)