Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

યુપીની નવી પોપ્યુલેશન નીતિ સામે વીએચપીને વાંધો

વિહિપના કાર્યકારી અધ્યક્ષનો યુપી લો કમિશનને પત્ર : ઓછા બાળકોને પ્રોત્સાહન આપવાની નીતિ ભવિષ્યમાં નકારાત્મક પ્રભાવ સર્જશે એવો ભય વ્યક્ત કર્યો

નવી દિલ્હી, તા.૧૨ : યુપી સરકારની નવી પોપ્યુલેશન પોલિસી સામે વિશ્વ હિન્દુ પરિષદને વાંધો પડી ગયો છે.  મામલે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે યુપી લો કમિશનને પત્ર લખ્યો છે. પરિષદે નીતિમાં  એક બાળક પર ભાર મુકવા સામે સવાલ ઉભા કર્યા છે.પરિષદનુ કહેવુ છે કે, એક બાળક હોય તેમને વધારે લાભ આપવાની જાહેરાત કરવામાં આવી છે. નિયમને બદલવો જોઈએ.બે બાળકોની નીતિ વસતી નિયંત્રણ માટે આદર્શ છે પણ તેનાથી ઓછા બાળકોને પ્રોત્સાહન આપવાની નીતિ ભવિષ્યમાં નકારાત્મક પ્રભાવ સર્જશે.

વિશ્વ હિન્દુ પરિષદના કહેવા પ્રમાણે વન ચાઈલ્ડ પોલિસી આવશે તો સમાજમાં વસતીનુ અસંતુલન પેદા થશે.સરકારે તેના પર ફરી વિચારણા કરવાની જરુર છે.પરિષદ જોકે સરકારની બે બાળકો પેદા કરવાની નીતિનુ સમર્થન કરે છે.

(7:29 pm IST)