Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

બ્રેનસની ટીમ ૬૦ મિનિટની અંતરિક્ષ યાત્રા કરીને પરત

ભારતીય મૂળની સિરિશા બાંદલાની સિધ્ધિ : સિરિશા અંતરિક્ષની યાત્રા કરનારી ત્રીજી ભારતીય બની

લંડન, તા.૧૨ : બ્રિટિશ અરબપતિ અને વર્જિન ગ્રુપના ફાઉન્ડર રિચર્ડ બ્રેનસને રવિવારે ઈતિહાસ રચી દીધો. રિચર્ડ અને તેમની ટીમ વર્જિન ગૈલેક્ટિક રોકેટ પ્લેનથી ૬૦ મિનિટની અંતરિક્ષ યાત્રા કરીને પરત ફર્યા છે. તેમની ટીમમાં ભારતીય મૂળની સિરિશા બાંદલા પણ જોડાઈ હતી. આંધ્રપ્રદેશનાં ગુંટૂર જીલ્લાનાં ચિરાલામાં જન્મેલી સિરિશા બાંદલા ન્યુ મેક્સિકોના સ્પેસ સ્ટેશનથી અંતરીક્ષની ઉડાન ભરી હતી. સાથે સિરિશા અંતરીક્ષમાં પહોંચનારી ત્રીજી ભારતીય મહિલા બની ગઈ છે.

પહેલા કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સે અંતરિક્ષમાં ઉડાન ભરી હતી. સિરિશા વર્જિન ગેલેક્ટિક કંપનીના રિચર્ડ બ્રેનસન અને અન્ય પાંચ સભ્યોની સાથે ન્યૂ મેક્સિકોથી અંતરિક્ષ સુધીની સફર કરી છે.વર્જિન ગેલેક્ટિકના રિચર્ડ બ્રેનસન પોતાના સ્પેસપ્લેન વર્જિન વીએસએસ યુનિટી દ્વારા અંતરિક્ષની યાત્રા પર નિકળ્યા હતા અને આશરે સવા કલાકમાં તેને પૂરી કરી ધરતી પર પરત આવી ગયા છે.

ભારતીય સમયાનુસાર યાત્રા રાત્રે કલાકે શરૂ થઈ અને આશરે સવા કલાક બાદ રાત્રે .૧૨ કલાકે તે ધરતી પર પરત ફર્યા હતાઆંધ્રપ્રદેશનાં ગુંટૂર જિલ્લાના ચિરાલામાં ૧૯૮૭માં સિરિશાનો જન્મ થયો હતો.તેમના પિતા બી. મુરલીધરન અને માતા અનુરાધા અમેરિકામાં નોકરી કરતા હતા. તેઓ સિરિશાને દાદા-દાદી સાથે છોડીને અમેરિકા નોકરી કરવા ગયા હતા.

ત્યારબાદ વર્ષની ઉંમરે સિરિશા પોતાના પેરેન્ટ્સ વિના અમેરિકા ગયા હતા. સિરિશા ૨૦૧૧માં એરોસ્પેસ અને એરોનોટીકલ એન્જિનિયરિંગમાં સ્નાતક થયા હતા. તે નાસામાં જવા ઇચ્છતી હતી, પરંતુ આંખમાં કોઈ ખામી હોવાના કારણે તે થઈ શક્યું નહીં. પછી તેમના એક પ્રોફેસરે તેમને સ્પેસ પોલિસી પસંદ કરવાની સલાહ આપી.

આમાં, અતંરીક્ષને સંબંધિત સરકારની નીતિઓનો અભ્યાસ કરવામાં આવે છે. સિરિશાએ ૨૦૧૫માં જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટીમાંથી સ્મ્છનો અભ્યાસ કર્યો હતો. તેમણે ટેક્સાસના હ્યૂસ્ટનમાં અભ્યાસ કર્યો છે. સિરિશા વર્જિન ગેલેક્ટિક કંપનીના ગવર્નમેન્ટ અફેયર્સ એન્ડ રિસર્ચ ઓપરેશનની વાઇસ પ્રેસિડેન્ટ છે. માત્ર વર્ષમાં સિરિશાએ વર્જિન ગેલેક્ટિકમાં આટલી સીનિયર પોસ્ટ મેળવી છે.

(7:31 pm IST)