Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

દેશની 11 બેંકોમાં 5 હજારથી વધુ ઉમેદવારો માટે ભરતી : ગ્રેજ્યુએટ ઉમેદવારોને મળશે નોકરીની તક

વય મર્યાદા ઓછામાં ઓછી 20 વર્ષ,વધુમાં વધુ 28 વર્ષ: SC/ST- 5 વર્ષOBC- 3 વર્ષ,PH- 10 વર્ષની છૂટછાટ

નવી દિલ્હી : ઈન્સ્ટીટ્યુટ ઓફ બેન્કિંગ પર્સનલ સેક્ટર (IBPS)એ ક્લેરિકલ પદ માટે 5830 ભરતી બહાર પાડી છે. જેના માટે યોગ્ય ઉમેદવારની પસંદગી કરવામાં આવી રહી છે. ઉંમર, પગાર, શૌક્ષણિક લાયકાતોને લઈને જરૂરી માહિતી નીચે પ્રમાણે છે.

કઈ પોસ્ટ માટે ભરતી? : IBPS Clerk CWE XI (Clerical Cadre) પોસ્ટ માટે ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી રહી છે.

શૌક્ષણિક લાયકાત:ઉમેદવારોએ કોઈ પણ પ્રવાહમાં બેચલર ડિગ્રી પ્રાપ્ત કરેલી હોવી જોઈએ જેમાં 60 ટકા અથવા તેનાથી વધુ ગુણ મેળવેલા હોવા જરૂરી છે. આ ડિગ્રી કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી કરેલી હોવી જોઈએ.

ઉમેદવારને કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે. જેના માટે ઉમેદવાર પાસે તેને લગતુ સર્ટિફિકેટ, ડિપ્લોમો, ડિગ્રી ઈન કોમ્પ્યુટર ઓપરેશન બધામાંથી કોઈ એક વસ્તુ હોવુ જરૂરી છે. સાથે જ ઉમેદવારે કોમ્પ્યુટર ઈમ્ફોરમેશન ટેક્નોલોજીનો અભ્યાસ કરેલો હોવો જોઈએ.

વય મર્યાદા ઓછામાં ઓછી 20 વર્ષ,વધુમાં વધુ 28 વર્ષ

વયમાં છૂટછાટ :SC/ST- 5 વર્ષOBC- 3 વર્ષ,PH- 10 વર્ષ

એપ્લિકેશન ફી : OBC/ General- 850 રૂપિયા ફીSC/ST/PH અને એક્સ સર્વિસમેન- 175 રૂપિયા ફી આ ફી ડેબિટ/ક્રેડિટ/ નેટ બેન્કિંગ/ ઈ ચલાણ દ્વારા ભરી શકો

પસંદગીની પ્રક્રિયા :  ઉમેદવારોને બે તબક્કામાં ઓનલાઈન પરિક્ષા દ્વારા પસંદ કરવામાં આવશે જેમાં પ્રિલિમરી પરિક્ષા અને મેઈન પરિક્ષાનો સમાવેશ થાય છે.

કઈ રીતે કરીશાય એપ્લાય? ઈચ્છુક ઉમેદવાર ઓફિશ્યલ વેબસાઈટ પર જઈને ઓનલાઈન એપ્લાય કરી શકે.
ઓનલાઈન અરજી પ્રક્રિયા 12-07-2021થી શરૂ થઈને 1-08-2021એ છેલ્લી તારીખ છે.

(8:49 pm IST)