Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

કોરોના વ્યવસ્થાપન પર ઓસ્ટ્રેલિયન સાંસદ ફિદા : કહ્યું-કોઈ રસ્તો હોય તો સીએમ યોગી અમને આપો

ઓસ્ટ્રેલિયન સાંસદ ક્રેગ કેલીનું એક ટ્વિટ વાયરલ: યુપી સરકારના કોવિડ મેનેજમેન્ટની પ્રશંસા કરી

ઉત્તર પ્રદેશના રી યોગી આદિત્યનાથની કોરોનાના સંચાલન માટે દેશ ઉપરાંત હવે વિદેશમાં પણ પ્રશંસા થઈ રહી છે. આ સંદર્ભમાં ઓસ્ટ્રેલિયન સાંસદ ક્રેગ કેલીનું એક ટ્વિટ વાયરલ થઈ રહ્યું છે. જેમાં તેમણે યુપી સરકારના કોવિડ મેનેજમેન્ટની પ્રશંસા કરી છે.

તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, ઉત્તર પ્રદેશ, ભારતનું એક રાજ્ય … ત્યાં કોઈ એવો રસ્તો છે કે જેથી તે અમને તેમના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને થોડા દિવસો માટે આપી શકે, જેથી તે અમને આઇવરમેક્ટિનના (દવા) ની અછતમાંથી મુક્ત કરી શકે. જેના કારણે અમારા રાજ્યમાં મુશ્કેલ પરિસ્થિતિ ઉભી થઈ છે.

આ સિવાય ક્રેગએ જય ચીમેનું એક ટ્વીટ શેર કર્યું છે, જેમાં જણાવાયું છે કે છેલ્લા 30 દિવસમાં ભારતની 17 ટકા વસ્તી ધરાવતા ઉત્તર પ્રદેશમાં મૃત્યુનું પ્રમાણ 2.5 ટકા અને નવા ચેપનું પ્રમાણ એક ટકા કરતા ઓછું હતું.

જ્યારે મહારાષ્ટ્રનો ઉલ્લેખ કરતા કહેવામાં આવ્યું છે કે આ રાજ્યમાં ભારતની 9 ટકા વસ્તી છે અને અહીં કોરોનાના કેસ 18 ટકા છે. કુલ મૃત્યુનો 50 ટકા હિસ્સો અહીંનો છે. મહારાષ્ટ્ર ફાર્મા હબ છે પરંતુ યુપી આઇવરમેક્ટિનના (દવા)ના ઉપયોગમાં ચેમ્પિયન છે.

ખરેખર ઉત્તર પ્રદેશની યોગી સરકાર 'થ્રી ટી' એટલે કે ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ મોડેલ પર કોરોના નિયંત્રણ માટે કામ કરી રહી છે, જેના પરિણામો ખૂબ સારા રહ્યા છે અને રાજ્યમાં કોરોના સંપૂર્ણ નિયંત્રણમાં હોવાનું જણાય છે

(8:57 pm IST)