Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

સાઉથ આફ્રિકામાં ઉગ્ર દેખાવ અને હિંસા : અશ્ચવેતો દ્વારા ગુજરાતીઓની દુકાનોમાં લૂંટફાટ અને આગચંપી

જહોનિસ બર્ગમાં હજારો લોકો રસ્તામાં ઉતરી પડ્યા :અનેક શહેરોમાં હિંસાને પગલે લશ્કર ઉતારી દેવાયું : દક્ષિણ આફ્રિકામાં વસવાટ કરનારા યુવાનોના પરિવારોમાં ચિંતા

નવી દિલ્હી : સાઉથ આફ્રિકામાં હિંસા ફાટી નીકળી છે કોર્ટની અવમાનના કેસમાં પૂર્વ રાષ્ટ્રપતિ જેકોબ જુમાને થયેલી જેલની સજાના વિરોધમાં સાઉથ આફ્રિકામાં ઉગ્ર દેખાવ અને હિંસા ફાટી નીકળી છે.

  રાજધાની જોહાનિસબર્ગમાં હજારો લોકો શેરીઓમાં ઉમટી પડ્યાં હતા તથા દેખાવ કર્યો હતો. લોકો હિંસા પર ઉતરી આવ્યાં હતા તથા પૂર્વ રાષ્ટ્રપતિ જુમાને છોડી મૂકવાની માંગણી કરવા લાગ્યા હતા. હિંસામાં અત્યાર સુધી છ લોકોના મોત થયા છે અને સેંકડો લોકો ઘાયલ થયા હોવાનું જણાવાય છે.

  સાઉથ આફ્રિકન સરકારે હિંસાને ધ્યાનમાં રાખીને શહેરમાં લશ્કર ઉતારી દીધું છે. ઠેકઠેકાણે મિલિટરીના જવાનો અને પ્રદર્શનકારીઓ સાથે ઝપાઝપી થઈ હોવાની પણ ખબર છે. સાઉથ આફ્રિકાની ડિફેન્સ ફોર્સિસે જારી કરેલા નિવેદનમાં એવું જણાવાયું કે મિલિટરીની હાજરીથી પોલીસ અને કાયદા પાલનની બીજી એજન્સીઓને કામ સરળ બની જશે. તેઓ તેમની બંધારણીય ફરજો બજાવી શકશે. દેશની આર્થિક રાજધાની ગણાતા ગૌતંગ અને ક્વાઝુલુ નાતાલ વિસ્તારમાં હિંસાની સૌથી વધારે અસર પડી છે. અહીં લોકો બેફામ બન્યા હતા તથા ઠેકઠેકાણે આગચંપી કરી હતી.

 અત્રે ઉલ્લેખનીય છે કે સાઉથ આફ્રિકા અને રાજધાની જોહાનિસબર્ગમાં ગુજરાતના ચરોતરના રહેવાશીઓ મોટી સંખ્યામાં વસવાટ કરે છે. હિંસા દરમિયાન અશ્ચવેતોએ ગુજરાતીઓની દૂકાનોમાં લૂંટફાટ ચલાવી હતી તથા આગપંચી કરી હતી. દક્ષિણ આફ્રિકામાં ચરોતરના અનેક યુવાનો વસવાટ કરે છે. તેને કારણે ચરોતરના લોકોમાં ચિંતાનુ મોજૂ પ્રસર્યું છે.

  પૂર્વ રાષ્ટ્રપતિ જેકોબ જુમાએ પોતાના નવ વર્ષના શાસનમાં દરમિયાન થયેલા ભ્રષ્ટાચારની તપાસ કરાવવાનો ઈન્કાર કરીને કોર્ટની અવમાનના કરી હોવાનો આરોપ લાગ્યો હતો. કોર્ટની અવમાનના કેસમાં તેમની સામે કેસ ચલાવાયો હતો અને તેમને 15 મહિનાની જેલની સજા થઈ હતી બસ આ ઘટનાને કારણે ત્યાં હિંસા ફાટી નીકળી છે.

(10:21 pm IST)