Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

દેશમાં કોરોના થાક્યો : મૃત્યુઆંક ચિંતાજનક : નવા કેસ કરતા રિકવરી વધુ : નવા 30. 554 કેસ નોંધાયા : વધુ 48.527 દર્દીઓ રિકવર થયા : વધુ 2016 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.10.807 થયો :એક્ટીવ કેસ 4.25.673 થયા : કુલ કેસની સંખ્યા 3.09 .04.470 થઇ

સૌથી વધુ કેરળમાં 7798 કેસ, મહારાષ્ટ્ર્રમાં 7603 કેસ, તામિલનાડુમાં 2652 કેસ, આસામમાં 2575 કેસ,આંધ્રપ્રદેશમાં 1578 કેસ, ઓરિસ્સામાં 1993 કેસ,કર્ણાટકમાં 1386 કેસ નોંધાયા

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  આજે દેશમાં કોરોનાનાં નવા 30.554 કેસ નોંધાયા છે. જ્યારે 48.527 દર્દીઓ રિકવર થયા છે, દેશમાં હવે ધીમે ધીમે કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેશનાં મુખ્ય ત્રણ રાજ્યો કે જ્યાથી કોરોનાનાં કેસ સૌથી વધુ સામે આવી રહ્યા હતા. જ્યા સરકારનાં કડક વલણ બાદ હવે કોરોનાનાં નવા કેસમાં ઘટાડો નોંધાયો છે. જેની અસર હવે દેશમાં આવતા દૈનિક કેસનાં આંકડામાં જોવા મળે છે.

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 30.554 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 2016 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.10.807 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 30.554 નવા કેસ નોંધાતા  કુલ કેસની સંખ્યા 3.09.04.470 થઇ છે  એક્ટિવ સંખ્યા 4.25.673 થઇ છે છેલ્લા 24 કલાકમાં 48.527 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.00.55,741 લોકોએ કોરોનાને મહાત આપી છે
દેશમાં સૌથી વધુ કેરળમાં 7798 કેસ, મહારાષ્ટ્ર્રમાં 7603 કેસ, તામિલનાડુમાં 2652 કેસ, આસામમાં 2575 કેસ,આંધ્રપ્રદેશમાં 1578 કેસ, ઓરિસ્સામાં 1993 કેસ,કર્ણાટકમાં 1386 કેસ નોંધાયા છે

(1:12 am IST)