Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

સતત ટાર્ગેટ કિલિંગ ચાલુ રહેતા જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ ઝડપભેર પલટાતી જાય છે: પંડિતો આવતીકાલથી હીજરત શરૂ કરે તેવી સંભાવના: અમિતભાઈ અને ઉચ્ચ અધિકારીઓ વચ્ચે મંત્રણાઓનો ધમધમાટ: નવા આકરા પગલાં તોળાઇ રહ્યા છે

જમ્મુ-કાશ્મીરમાં ઝડપથી વધી રહેલ ટાર્ગેટ કિલિંગથી દેશ આખો પરેશાન છે, જયારે આજે એટલે કે ગુરુવારે જમ્મુમાં બેંક મેનેજરની હત્યા બાદ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.  દરમિયાન, કાશ્મીરી પંડિતોએ બડગામમાં થયેલી હત્યાના વિરોધમાં શુક્રવારે સવારે ખીણમાંથી હિજરત કરવાનો નિર્ણય લીધો છે.  ગુસ્સે ભરાયેલા પંડિતોએ કહ્યું કે અમે કાલે સવારે કાશ્મીર છોડી જઈશું. આજ સમયે કાશ્મીરમાં બિહારી મજૂરો ઉપર આતંકવાદીઓએ ફાયરિંગ કરતા એકનું મોત થયું છે અને બે ગંભીર છે. તે જ સમયે, આ મામલે દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ, એન એસ એ વડા અજીત ડોભાલ અને "રો"ના અધિકારીઓ સાથે પણ બેઠક થઈ છે.

(11:55 pm IST)