Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

GSTમાં માઇનસ રિટર્નનો લાભ કંપોઝિશન સ્‍કીમ સિવાયનાઓને આપવામાં ગલ્લાતલ્લા

વેચેલો માલ પરત આવે તો માઇનસ રિટર્નની જાહેરાત કરાઇ હતી

મુંબઇ,તા. ૧૧ : વેપારીએ માલનું વેચાણ કર્યા બાદ તે માલ પરત આવે તેવા સંજોગોમાં માઇનસમાં જીએસટી રીટર્ન ફાઇલ કરી શકે તેવી સુવિધા આપવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ તેનો લાભ કંપોઝિશન સ્‍કીમ ધરાવનારને જ આપવામાં આવ્‍યો છે. તે સિવાયના કરદાતાઓને લાભ નહીં આપતા વેપારીઓને સૌથી વધુ સમસ્‍યાનો સામનો કરવો પડી રહ્યો છે.

છ માસ પહેલા જીએસટી કાઉન્‍સિલમાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે વેપારીએ જે માલનું વેચાણ કર્યું હોય અને તે માલ પરત આવે તેવા કિસ્‍સામાં વેપારી જીએસટી રિટર્નમાં તેનો ઉલ્લેખ કરી શકે એટલે કે માઇનસમાં આંકડા દર્શાવી શકે તેવી વાત કરવામાં આવી હતી. આ યોજનો લાભ હાલમાં કંપોઝીશન સ્‍કીમ લેનારા વેપારીઓને આપવામાં આવી રહ્યો છે. કંપોઝીશન સ્‍કીમ એટલે કે જે વેપારીનું ટર્નઓવર ૧.૫૦ કરોડથી ઓછું હોય તેવા વેપારીઓ લમસમ પાંચ ટકા જીએસટીની ભરપાઇ કરી દે. પરંતુ તેઓને એક પણ રૂપિયાની ક્રેડિટ લઇ શકે નહીં આવ વેપારીઓ માઇનસમાં રિટર્ન ભરી શકે છે. જ્‍યારે તે સિવાયના વેપારીઓને પણ તેનો લાભ આપવાની જાહેરાત કર્યા બાદ હજુ પણ વેપારીઓને તેનો લાભ મળી રહ્યો નથી. તેના કારણે વેપારીઓને સપ્‍ટેમ્‍બર માસમાં તમામ રિટર્નનનાં લેખાંજોખા ભરવાના હોય ત્‍યારે તે પ્રમાણે આંકડા યોગ્‍ય રીતે ભરીને છેલ્લા એક વર્ષના રિટર્ન સરભર કરી દેતા હોય છે. જ્‍યારે ચાલે વર્ષે તો આ રીતે રિટર્ન ભરવામાં પણ વેપારીઓના આંકડાની તડજોડ થાય તે નહીં હોવાનું જાણકારો કહી રહ્યા છે. તેના કારણે વેપારીઓની હાલત કફોડી બની છે. તેમજ આગામી દિવસોમાં જે રીતે કંપોઝિશન સ્‍કીમનો લાભ લેનારા વેપારીઓને માઇનસમાં રિટર્ન ભરવાની સુવિધા આપવામાં આવી છે. તેવી જ સ્‍કીમનો લાભ અન્‍ય વેપારીઓને પણ આપવામાં આવે તે ખૂબ જ જરૂર છે.

(3:56 pm IST)