Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

‘તમારા ઘરનું કુતરૂં પણ આવું ખાવાનું નહીં ખાતું હોય' આવું કહી રડી પડ્‍યો પોલીસ જવાન

હકીકતમાં યુપી પોલીસનો આ જવાન તેને મળતા ભોજનને લઇ પરેશાન છે

નવી દિલ્‍હી તા. ૧૧ : સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઉત્તર પ્રદેશનો એક જવાન હાથમાં ખાવાની થાળી લઇ રસ્‍તા વચ્‍ચે રડી રહ્યો છે. જયારે ત્‍યાં હાજર લોકોએ જવાનને પૂછ્‍યું તો તે વધુ રડવા લાગ્‍યો અને પોતાની આપવીતી કહેવા લાગ્‍યો.

હકીકતમાં યુપી પોલીસનો આ જવાન તેને મળતા ભોજનને લઇ પરેશાન છે. જવાન તેને ખાવા મળતુ ભોજન લોકોને દેખાડી રહ્યો છે અને કહી રહ્યો છે કે, એક કાચી રોટલી તમારા ઘરનું કુતરું પણ ખાશે નહીં, તેવું ખાવાનું અમને લોકોને આપવામાં આવે છે... તમને જણાવી દઈએ કે, તે સિપાહીનું નામ મનોજ કુમાર છે અને મનોજ કુમારને ભોજનની ફરિયાદ કરવા પર ઉચ્‍ચ અધિકારીઓ દ્વારા સસ્‍પેન્‍ડ કરવાની ધમકી આપવામાં આવી છે.

(4:24 pm IST)