Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

ભારતીય વાયુસેનાએ અગ્નિવીર પરિણામ ૨૦૨૨ જાહેર કર્યું

૨૪ જુલાઈએ અગ્નિપથ યોજના હેઠળ પરીક્ષા યોજાઈ હતીઃ લાખો ઉમેદવારોએ પરીક્ષામાં ભાગ લીધો હતો, પરીક્ષામાં શોર્ટલિસ્ટ ઉમેદવારોને પીએસએલ રાઉન્ડ માટે બોલાવાશે

નવી દિલ્હી, તા.૧૧: ભારતીય વાયુસેના (આઈએએફ) એ અગ્નિવીર પરિણામ ૨૦૨૨ જાહેર કર્યું છે. જે ઉમેદવારો આ પરીક્ષા માટે બેઠા છે તેઓ સીએએસબીની સત્તાવાર વેબસાઇટ agnipathvayu.cdac.in પર જઈને તેમનું પરિણામ જોઈ શકે છે. ભારતીય વાયુસેના (આઈએએફ) એ ૨૪ જુલાઈ ૨૦૨૨ ના રોજ 'અગ્નિપથ' યોજના હેઠળ પરીક્ષાનું આયોજન કર્યું હતું. આઈએએફઅનુસાર, લાખો ઉમેદવારોએ પરીક્ષામાં ભાગ લીધો છે.

આ ઉપરાંત, ઉમેદવારો આ લિંક રંંૅજઃ//agnipathvayu.cdac.in/avreg/controller/showSignIn પર ક્લિક કરીને તેમનું પરિણામ સીધું પણ ચકાસી શકે છે. ઉપરાંત, નીચે આપેલા આ પગલાંઓ દ્વારા, તમે પરિણામ પણ જોઈ શકો છો. અધિકૃત વેબસાઈટ અનુસાર, "૨૪ જુલાઈ ૨૦૨૨ થી ૩૧ જુલાઈ ૨૦૨૨ દરમિયાન ઓનલાઈન યોજાયેલ અગ્નિવીરવાયુ ઈન્ટેક ૦૧/૨૦૨૨ માટે સ્ટાર ૦૧/૨૦૨૨ પરિણામ અપલોડ કરવામાં આવ્યું છે અને ઉમેદવારો વ્યક્તિગત રીતે લૉગિન કરીને જોઈ શકે છે. વધુમાં, બધા શોર્ટલિસ્ટ ઉમેદવારોને એસએમએસ (રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર) અને ઈમેલ મોકલવામાં આવી રહ્યા છે.

પરીક્ષામાં શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને પીએસએલરાઉન્ડ માટે બોલાવવામાં આવશે જે ૦૧ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ યોજાશે. ઉમેદવારોનું નામાંકન ૧૧મી ડિસેમ્બર ૨૦૨૨ના રોજ નક્કી કરવામાં આવ્યું છે.

આઈએએફ અગ્નિવીર પરિણામ ૨૦૨૨ કેવી રીતે ડાઉનલોડ કરવું

આઈએએફઅગ્નિપથની સત્તાવાર વેબસાઇટ agnipathvayu.cdac.in ની મુલાકાત લો.

આઈએએફઅગ્નિવીર પરિણામ ૨૦૨૨ લિંક પર ક્લિક કરો.

હવે તમારું ઈમેલ આઈડી, પાસવર્ડ અને કેપ્ચા દાખલ કરો.

તમારું આઈએએફઅગ્નિવીર પરિણામ ૨૦૨૨ સ્ક્રીન પર દેખાશે.

આઈએએફઅગ્નિવીર પરિણામ ૨૦૨૨ ડાઉનલોડ કરો અને તેને સાચવો.

 

(10:02 pm IST)