Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

અફઘાનિસ્તાનના ધાર્મિક નેતા શેખ રહીમુલ્લાહ હક્કાની કાબુલમાં બોમ્બ વિસ્ફોટમાં હત્યા

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં તાલિબાન નેતા શેખ રહીમુલ્લાહ હક્કાની માર્યા ગયા છે. આ આત્મઘાતી હુમલો ત્યારે થયો જ્યારે હક્કાની કાબુલમાં એક મદરેસામાં હદીસ ભણાવી રહ્યા હતા.

સ્થાનિક ન્યૂઝ ચેનલ ટોલો ન્યૂઝ અનુસાર ધાર્મિક નેતા મૌલવી શેખ રહીમુલ્લાહ હક્કાનીની હત્યા કરવામાં આવી છે.  આ ઘટનાની જાણકારી ઈસ્લામિક અમીરાતના પ્રવક્તા બિલાલ કરીમીએ આપી હતી.  એવું કહેવામાં આવી રહ્યું છે કે હક્કાનીનું આજે કાબુલમાં તેની મદરેસામાં વિસ્ફોટ દરમિયાન મોત થયું હતું.

(11:41 pm IST)