Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

પાન અપડેટ કરવું શિક્ષિકાને 1 લાખ રૂપિયામાં પડ્યું : શિક્ષિત હોવા છતાં છેતરાયા !

પાનકાર્ડમાં અપડેટ કરવાની આડમાં મહિલાના ખાતામાંથી 1 લાખ રૂપિયની છેતરપિંડી આચરવામાં આવી : પોલીસે તપાસ હાથ ધરી

મુંબઈ તા.11 : દેશમાં ઑનલાઇન છેતરપિંડીના બનાવ સતત વધી રહ્યા છે. ઇન્ટરનેટ ઠગો છેતરપિંડી માટે દરરોજ નવી નવી તરકીબો શોધી કાઢે છે. આ ઠગો એટલા શાતીર હોય છે કે જો તમે નાની એવી પણ ભૂલ કરો તો તમને મોટું આર્થિક નુકસાન પહોંચી શકે છે. તેવું કઈક બન્યું આર્થિક રાજધાની મુંબઈની એક મહિલા સાથે. પાનકાર્ડમાં અપડેટ કરવાની આડમાં મહિલાના ખાતામાંથી 1 લાખ રૂપિયની છેતરપિંડી આચરવામાં આવી છે. છેતરપિંડીની ફરિયાદ નોંધવાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે, મુંબઈમાં રહેતી એક મહિલા સાથે પાનકાર્ડ દ્વારા 1 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે. મહિલાને તેના મોબાઇલ ફોન પર પાન કાર્ડ અપડેટ માટે સતત 3 OTP મળ્યા હતા. એસએમએસમાં તેના બેંક ખાતાની લિંક પણ હતી. અંધેરી પોલીસ સ્ટેશનના એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે તેણે લિંક ખોલતાની સાથે જ તેને તેના મોબાઈલ ફોન પર વન ટાઈમ પાસવર્ડ (OTP) મળ્યો જે તેણે SMSમાં આપેલી સૂચના મુજબ દાખલ કર્યો.

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, તેણે 3 OTP દાખલ કરતાની સાથે જ. તેના બેંક ખાતામાંથી 5 મિનિટમાં 3 ટ્રાન્ઝેક્શનના રૂપમાં 1.24 લાખ વિથડ્રો થયા હતા. ત્યારપછી મહિલાને તેની બેંકમાંથી પુષ્ટિ માટે ફોન આવ્યો હતો આ વ્યવહારો કર્યા છે કે નહીં. પોલીસ અધિકારીએ વધુમાં કહ્યું કે, ત્યારે જ ટ્યુશન શિક્ષકને ખબર પડી કે તેની સાથે છેતરપિંડી થઈ છે.

(11:40 pm IST)