Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

કોલસાની દાણચોરીના કેસમાં પશ્ચિમ બંગાળના 8 IPS અધિકારીઓને દિલ્લીનું તેડું : ED કરશે પૂછપરછ

ED દ્વારા 8 IPS અધિકારીઓને સમન્સ પાઠવવામા આવ્યા : અધિકારીઓને નવી દિલ્હીમાં હાજર થવા માટે તારીખ આપવામાં આવી-સૂત્રો

નવી દિલ્લી તા.11 : કોલસાની દાણચોરીના કેસમાં ED દ્વારા પશ્ચિમ બંગાળના 8 IPS અધિકારીઓએને સમન્સ પાઠવ્યા છે. અને તમામને પૂછપરછ માટે નવી દિલ્હી બોલાવ્યા છે. આ અંગે અધિકારીઓએ માહિતી આપી હતી અને જણાવ્યુ હતું કે, જ્ઞાનવંત સિંહ (ADG, CID), કોટેશ્વર રાવ, એસ. સેલવામુરૂગન, શ્યામ સિંહ, રાજીવ મિશ્રા, સુકેશ કુમાર જૈન અને તથાગત બાસુને સમન્સ પાઠવવામાં આવ્યા છે.

 

સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે IPS અધિકારીઓને નવી દિલ્હીમાં હાજર થવા માટે તારીખ આપવામાં આવી છે. EDના અધિકારીએ જણાવ્યું હતું કે, 'આ IPS અધિકારીઓએ કોલસાની દાણચોરીના કેસમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ અધિકારીઓને કૌભાંડમાં ફાયદો થયો હોવાના પુરાવા છે. આ અધિકારીઓ જે વિસ્તારમાં દાણચોરી થઈ હતી ત્યાં તેમની પોસ્ટિંગ હતી. EDએ ગત વર્ષે પણ આ 8માંથી 7 અધિકારીઓને સમન્સ પાઠવ્યા હતા.

 

(11:41 pm IST)